Home મધ્ય ગુજરાત અમદાવાદ આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે...

આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે 

26
0

હવામાન વિભાગની ચેતવણી

(જી.એન.એસ) તા. 30

અમદાવાદ,

કાળઝાળ ગરમી વચ્ચે આખરે હવે દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. દેશના અમુક રાજ્યોમાં ચોમાસા વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હવે વાતાવરણમાં પલટો અને વરસાદના આગમનની તૈયારીઓ નજરે પડતી જોઈ શકાય છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 24 કલાક દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.  

હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત, નવસારી, વલસાડમાં 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. ધૂળ ઊડતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત સમુદ્ર કાંઠા સિવાયના અન્ય વિસ્તારોમાં પણ 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ચેતવણીના પગલે સુરત ખાતે ડિઝાસ્ટર વિભાગ કાર્યરત કરવામાં આવ્યું છે. તમામ ઝોન વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરવા મામલદાર સહિતની ટીમ  તૈનાત કરવામાં આવી છે. વાતાવરણમાં પલટો ખેડૂતોની ચિંતામાં વધારો કરતો જોવા મળ્યો છે. કેરી સહિતના ઉભા પાક ને નુકશાન જવાની ભીતિ સર્જાઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડુંગરપુર કેસમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને 10 વર્ષની જેલની સજા
Next articleફિલ્મ પ્રોડ્યુસર સૌરવ ગુપ્તાએ સની દેઓલ પર છેતરપિંડી અને કૌભાંડનો આરોપ