Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ નોઇડાના સેક્ટર 100માં આવેલ લોટસ બુલેવાર્ડ સોસાઇટીના ફ્લેટમાં ભીષણ આગની ઘટના

નોઇડાના સેક્ટર 100માં આવેલ લોટસ બુલેવાર્ડ સોસાઇટીના ફ્લેટમાં ભીષણ આગની ઘટના

26
0

(જી.એન.એસ) તા. 30

નોઇડા,

ઉત્તર પ્રદેશના નોઈડા માં એસી ફાટવાને કારણે ભીષણ આગ લાગવાની મોટી ઘટના બની હતી. આ દુર્ઘટનામાં એસી બોમ્બની જેમ ફાટ્યું અને તણખાને કારણે ઘરમાં આગ લાગી. ભીષણ આગએ અન્ય ફ્લેટોને પણ લપેટમાં લીધા છે. આ અકસ્માત સેક્ટર 100ની લોટસ બુલેવાર્ડ સોસાયટીમાં થયો હતો. એસી વિસ્ફોટ અને ભીષણ આગના કારણે સોસાયટીમાં ખળભળાટ મચી ગયો હતો. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. સોસાયટીના લોકો તેમના ફ્લેટમાંથી બહાર આવીને મેદાનમાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.

નોઈડામાં સેક્ટર 100માં આવેલી લોટસ બુલેવાર્ડ સોસાયટીમાં ગુરુવારે સવારે શોર્ટ સર્કિટના કારણે એસીમાં વિસ્ફોટ થતાં બહુમાળી બિલ્ડિંગના 12મા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હતી. આગ દરમિયાન, સલામતી માટે અને સાવચેતીના પગલા તરીકે આસપાસના ફ્લેટને ખાલી કરાવવામાં આવ્યા છે. આ આગની દુર્ઘટના અંગે મળતી માહિતી મુજબ આગની માહિતી મળતાની સાથે જ સેક્ટર-39 કોતવાલી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. 12માં માળે આગ લાગી હતી, જેને 2 કલાકની મહેનત બાદ કાબુમાં લેવામાં આવી હતી, ભીષણ આગના કારણે સમગ્ર ટાવર ધુમાડાથી ભરાઈ ગયો હોવાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.

ફાયર બ્રિગેડના જવાનોએ જણાવ્યું કે આગને કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. એસી ફાટવાને કારણે આગ લાગી હતી અને લોકોએ હિંમત એકઠી કરીને પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી. આગની જ્વાળાઓ જોઈ લોકો ગભરાઈ ગયા હતા. સોસાયટીના ટાવરમાં ભીષણ આગ લાગી હતી અને ત્યારબાદ આખો ટાવર ધુમાડામાં લપેટાઈ ગયો હતો. આગની ઘટના બાદ સોસાયટીમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળીને બાકીના લોકો નીચે દોડી ગયા હતા. સોસાયટીના રહીશોએ એકબીજાને મદદ કરી મહિલાઓ અને બાળકોને બહાર કાઢ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદેશમાં ચૂંટણી લડનારા રાજકીય પક્ષોની સંખ્યામાં છેલ્લા 15 વર્ષમાં આશ્ચર્યજનક વધારો
Next articleજમ્મુ-કાશ્મીરના અખનૂરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી શિવ ખોડી જતી બસ ખાઈમાં પડી; 16ના મોત, 27થી વધુ ઘાયલ