Home મનોરંજન - Entertainment ‘સિંઘમ અગેન’ ફિલ્મના શૂટિંગ માટે કાશ્મીર પહોંચેલા રોહિત શેટ્ટીએ ખુશ થઈને વિડીયો...

‘સિંઘમ અગેન’ ફિલ્મના શૂટિંગ માટે કાશ્મીર પહોંચેલા રોહિત શેટ્ટીએ ખુશ થઈને વિડીયો શેર કર્યો 

94
0

નવા ભારત નું નવું કાશ્મીર: રોહિત શેટ્ટી

(જી.એન.એસ) તા. 29

શ્રીનગર,

ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી તેની આગામી ફિલ્મ ‘સિંઘમ અગેન’નું શૂટિંગ કાશ્મીરમાં કરી રહ્યો છે. તેની સાથે અજય દેવગન અને જેકી શ્રોફ પણ જોવા મળ્યા હતા. તે દરમિયાન રોહિતે સોશિયલ મીડિયામાં એક નવા વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં થયેલા ફેરફારોની ઝલક શેર કરી હતી. વિડિયોમાં રોહિતે જણાવ્યું હું કે જ્યાં પહેલા આતંકવાદનો પડછાયો હતો અને લોકો ડરમાં જીવતા હતા, હવે લોકોના જીવનમાં ખુશીઓ આવી ગઈ છે. રોહિતે પોતાની પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા છે.

રોહિત શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું, ‘સૌથી અદ્ભુત અને ઈમોશનલ શેડ્યૂલ. કાશ્મીર પ્રત્યેના તમારા અપાર પ્રેમ બદલ આભાર. આ વીડિયોમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં ખુશી, એનર્જી, ટુરીઝમ, શાંતિ અને પ્રેમનો માહોલ છે. નવા ભારતનું નવું કાશ્મીર.

કાશ્મીરમાં શૂટિંગ થઈ રહેલી ફિલ્મમાં અજય દેવગન ડીસીપી બાજીરાવ સિંઘમની ભૂમિકામાં જોવા મળશે. કરીના અવની કામત સિંઘમ એટલે કે અજયની ઓનસ્ક્રીન પત્નીની ભૂમિકા ભજવશે. અક્ષય ડીસીપી વીર સૂર્ય સૂર્યવંશીના રોલમાં છે અને રણવીર સિંહ એસીપી સંગ્રામ સિમ્બાના રોલમાં છે. દીપિકા શક્તિ શેટ્ટીની ભૂમિકા ભજવશે. જેકી ઉમર હાફિઝના રોલમાં જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે તે વિલન બનશે.

આ ફિલ્મમાં તેનો રિયલ લાઈફ પુત્ર ટાઈગર એસીપી સત્યાના રોલમાં જોવા મળશે. અર્જુન ડેન્જર લંકા બનશે. તેઓ વિલન પણ બની શકે છે. આ સિવાય દયાનંદ શેટ્ટી સિનિયર ઈન્સ્પેક્ટર દયાના રોલમાં હશે. આ ફિલ્મમાં શ્વેતા તિવારી પણ છે, જે અગાઉ રોહિતની વેબ સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં જોવા મળી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત એટીએસ દ્વારા પકડવામાં આવેલ 4 આતંકીઓ બાદ એજન્સીઓનો તપાસ માટે ધમધમાટ
Next articleપોપ ફ્રાન્સિસે ઇટાલિયન બિશપ સાથેની ખાનગી બેઠક દરમિયાન એલજીબીટી સમુદાય માટે અપમાનજનક શબ્દનો ઉપયોગ કરવા બદલ માફી માંગી