Home ગુજરાત માનવ તસ્કરી કેસમાં એનઆઈએ દ્વારા વડોદરામાં અલગ અલગ સ્થળો પર દરાડો

માનવ તસ્કરી કેસમાં એનઆઈએ દ્વારા વડોદરામાં અલગ અલગ સ્થળો પર દરાડો

25
0

(જી.એન.એસ) તા. 29

વડોદરા,

માનવ તસ્કરી કેસમાં ગુજરાતનાં વડોદરા શહેરમાં એનઆઈએ દ્વારા અલગ અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. એનઆઈએ દ્વારા એક વ્યક્તિ મનીષ બળવંતરાય હિન્ગુ (ઉ.વર્ષ 30) ની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમજ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે મનીષ હિંગૂને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ દ્વારા તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીએ 200 લોકોને વિદેશ મોકલ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવવા પામ્યું હતું. સમગ્ર દેશભરમાંથી લોકોને છેતરીને કંબોડિયા મોકલ્યા હતા.

આ માનવ તસ્કરી કેસના બે લોકો માસ્ટરમાઇન્ડ છે- બિહારનો ક્રિષ્ના પાઠક અને કંબોડિાનો વીક્કી. જેઓએ કંબોડિયામાં ચાઈનીઝ ઠગોનું સામ્રાજ્ય છે. તેમજ સાયબર ફ્રોડમાં 60 ભારતીયોનો ઉપયોગ કર્યો હોવાનો ખુલાસો થયો હતો. ભારત અને કંબોડિયાનાં એજન્ટો 2000 ડોલર કમાવવા માનવ તસ્કરીનો ખેલ ખેલતા હતા. તેમજ ભારતીય યુવકોને તેમનાં કામ બાબતે અંધારામાં રાખવામાં આવે છે. તેમજ પોલીસથી બચવા ઓનલાઈન ઠગો ભારતીય યુવકોને નવો મોબાઈલ આપે છે. તેમજ યુવકોને વિયેતનામ અને થાઈલેન્ડના સીમકાર્ડ આપે છે. જે લોકો કમાવી આપે તેમને પ્રોત્સાહન મળે છે. તેમજ જે ભારતીય યુવકો રેકેટમાં સગયોહ નથી આપતા તેમના પર અસહ્ય ત્રાસ ગુજારાય છે. યુવકોને ગોંધી રાખી ત્રાજ ગુજારવામાં આવે છે. આ સમગ્ર મામલે એનઆઈએ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. તેમજ એનઆઈએની ટીમ ફરી વડોદરા આવશે અને તપાસ કરશે.

જો કે, આ માનવ તસ્કરી કેસમાં ફરિયાદીને એક રૂમમાં ગોંધી રાખી તેને ધમકીઓ આપે તેમજ તેની સાથે છેંતરપિંડી કરી બે હજાર ડોલર બળજબરી પૂર્વક કઢાવી લીધા હતા. તેમજ યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસ એમડી મનીષ હિંગું, ક્રિષ્ણા પાઠક અને વિયેતનામાં વિક્કી નામનાં એજન્ટે નોકરી આપવાની લાલચ આપી ભારતમાંથી વિયેતનામ અને કંબોડિયા લઈ જઈ માનવ તસ્કરી કરી ફરિયાદી પાસેથી દોઢ લાખ રૂપિયા પડાવી લઈ છેંતરપીંડી આચરી હતી. આ કેસમાં પોલીસે મનીષ બળવંતરાય હિંગું ની ધરપકડ કરી આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા અને તેની પૂછપરછ કરવામાં આવશે જેથી આ આખા રેકેટમાં હજી કેટલા લોકો સામેલ છે તે અંગે મોટા ખૂલસાઓ થવાની શક્યતાઓ છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલામાં એસીબીની ટીમ જવાબદાર અધિકારીઓની મિલકત અને બેંક એકાઉન્ટની કરશે તપાસ
Next articleઅનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશનની ક્રૂઝ પર થઈ ગઈ