(જી.એન.એસ) તા. 29
રાજકોટ,
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં એક મોટો ખુલાસો થયો છે જેમાં જાણવા મળ્યું હતું કે ગેમઝોન નો સૌથી મોટો ભાગીદાર પ્રકાશ હિરનનું મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. મહત્વનું છે કે ગાંધીનગર મોકલાયેલા DNA મેચ થયું છે.
ગેમ ઝોનમાં જ્યારે આગ લાગી ત્યારે પ્રકાશ હિરન આમ તેમ દોડી રહ્યો હોવાનું વીડિયોમાં સામે આવ્યું છે. જોકે અગ્નિકાંડ બાદ પ્રકાશ પરિવારને નહીં મળતા તેનું મોત થયું હોવાનો પરિવારે દાવો કર્યો હતો અને DNA સેમ્પલ લેવાંઅ આવ્યા હતા. ગાંધીનગર મોકલવામાં આવેલા આ સેમ્પલમાં પ્રકાશ હિરનનું DNA મેચ થયું છે. જેથી તેના મૃત્યુની પુષ્ટિ થઈ છે.
જો કે, આ સમગ્ર ઘટનાક્રમમાં 6 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાંથી 3 લોકો અગાઉ જ પોલીસ હાથે ઝડપાયા હતા. આ બાદ વધુ એક આરોપી ધવલ ઠક્કર ને પણ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
ગેમ ઝોનના આરોપી ધવલ ઠક્કરને આબુરોડથી LCB ની ટીમે ઝડપી પાડ્યો હતો. આરોપી ધવલ ઠક્કરને એલસીબી રાજકોટ પોલીસને હવાલે કરાયો હતો ત્યારબાદ ધવલ ઠક્કરને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માગ કરાઇ હતી. બંને પક્ષના વકીલોની દલીલ બાદ કોર્ટે આરોપી ધવલ ઠક્કરને 13 દિવસના રિમાન્ડમાં મોકલ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.