સુરતની એક શર્મનાક ઘટના
(જી.એન.એસ) તા. 28
સુરત,
સુરતના ઉધના પોલીસ સ્ટેશનની હદમાં રહેતી એક મહિલાએ ફરિયાદ આપી હતી, કે તેમની બાજુમાં રહેતો અજય અશોક સોનવાણે નામના એક યુવકે તેમની માસુમ બાળકી ની છેડતી કરી છે અને તેની સાથે બીભત્સ હરકતો પણ કરી છે, એટલું જ નહીં અને આ વાત જો કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ તે આપી રહ્યો છે આ ઘટનાને ગંભીરતાથી લઈને તુરંત જ ઉધના પોલીસે પોકસો હેઠળ અજય અશોક સોનવણી સામે ગુનો દાખલ કર્યો હતો અને તાબડતોબ તેને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી.
જ્યારે ઉધના પોલીસે અજય અશોક સોનવણે ની પ્રાથમિક પૂછપરછ કરી તેમાં ચોકાવનારી વિગતો સામે આવી હતી આ અજય અશોક સોનવણે એક સાપ્તાહિક સાથે સંકળાયેલો છે અને પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવતો હોવાની વિગતો સામે આવી હતી સાથે પડોશમાં રહેતી જે માસુમ બાળકી છે તેની તેણે શારીરિક છેડતી કરી હતી અને બીભત્સ હરકતો કરી હતી. જેમાં ઘરે કોઈ વ્યક્તિ ન હોય ત્યારે તે આ બાળકી સાથે બીભત્સ હરકતો કરતો હતો જોકે બાળકી અન્ય કોઈને આ સમગ્ર વાત કહે નહીં તે માટે તેને ધમકી પણ આપતો હતો. તેમજ આરોપી દ્વારા બાળકી પાસેથી તેનો મોબાઇલ નંબર પણ તેણે લઈ લીધો હતો અને તેને ફોન પર પણ હેરાન કરતો હતો જ્યારે બાળકીએ આ ફોન નંબર બ્લોક કરી દીધો ત્યારે યુવક અજય અશોક સોનવણે ઘરે આવીને બાળકીના મોબાઈલ માંથી પોતાનો નંબર અનબ્લોક પણ કરાવ્યો હતો. હાલ તો સમગ્ર મામલે ઉધના પોલીસે ગુનો દાખલ કરી અજય અશોક સોનવાણેની ધરપકડ કરી જેલને હવાલે કરી દીધો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.