(જી.એન.એસ) તા. 28
પ્યોંગયાંગ,
ઉત્તર કોરિયા તેના બીજા જાસૂસી ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂકવામાં નિષ્ફળ રહ્યું છે. ઉત્તર કોરિયાના મીડિયા દ્વારા આપવામાં આવેલ અહેવાલો મુજબ જાસૂસ ઉપગ્રહ (સેટેલાઈટ) વહન કરતું ઉત્તર કોરિયાનું રોકેટ સોમવારે મધ્ય હવામાં વિસ્ફોટ થયું હતું. ઉત્તર કોરિયાના પડોશીઓએ સેટેલાઇટ લોન્ચની ટીકા કરી હતી.
ઉત્તર કોરિયાની સરકારી કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે નોર્થવેસ્ટ સ્પેસ સેન્ટરથી ટેકઓફ થયાના થોડા સમય બાદ રોકેટ એન્જિનમાં ખામીને કારણે વિસ્ફોટ થયો હતો. ઉત્તર કોરિયાએ અવકાશ-આધારિત સર્વેલન્સ નેટવર્ક બનાવવાના પ્રયાસોના ભાગરૂપે ગયા વર્ષે નવેમ્બરમાં તેનો પ્રથમ લશ્કરી જાસૂસી ઉપગ્રહ ભ્રમણકક્ષામાં મોકલ્યો હતો.
ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને શાસક પક્ષની બેઠકમાં જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયા 2024માં વધુ ત્રણ લશ્કરી જાસૂસી ઉપગ્રહો લોન્ચ કરશે. સંયુક્ત રાષ્ટ્રએ નોર્થ કોરિયાને કોઈપણ સેટેલાઈટ લોન્ચ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે, પરંતુ નોર્થ કોરિયાનું કહેવું છે કે સેટેલાઈટ લોન્ચ કરવો અને મિસાઈલનું પરીક્ષણ કરવું એ તેનો અધિકાર છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.