Home મધ્ય ગુજરાત અમદાવાદ ભગવાન જગ્નનાથની રથયાત્રાનો 19 કીમીનો રૂટ 348 સીસીટીવી કેમેરાથી સજજ કરવામા આવ્યો...

ભગવાન જગ્નનાથની રથયાત્રાનો 19 કીમીનો રૂટ 348 સીસીટીવી કેમેરાથી સજજ કરવામા આવ્યો છે

28
0

અમદાવાદમાં પ્બલિક સેફટી પ્રોજેકટ અંતગર્ત 

(જી.એન.એસ) તા. 28

અમદાવાદ,

અમદાવાદ શહેર પોલીસ દ્રારા સીસીટીવી પબ્લિક સેફટી પ્રોજેકટ શરૂ કરવામા આવ્યો છે. આ પ્રોજેકટમા સોસાયટી અને દુકાનદારોને શહેરની સુરક્ષામા મદદરૂપ થવાની જવાબદારી સોંપવામા આવી છે, જેના ભાગરૂપે સૌથી પહેલા અમદાવાદની ભગવાન જગ્નનાથની રથયાત્રાના 19 કીમીના રૂટને સીસીટીવી કેમેરાથી સજજ કરવામા આવ્યો છે. આ રથયાત્રાને લઈને પોલીસ અગાઉથી એલર્ટ હોય છે.. અને સંવેદનશીલ વિસ્તારો 61 સીસીટીવી કેમેરા પોલીસ દ્રારા કેમરા લગાવ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂટ પર 116 સીસીટીવી છે. જયારે હવે નાગરિકોએ 177 કેમેરા લગાવ્યા છે જેથી આ રૂટને 348 સીસીટીવી કેમેરાથી સજજ કરવામા આવ્યા છે.

આ સેફટી પ્રોજેકટની જવાબદારી ક્રાઈમ બ્રાચને સોંપવામા આવી હતી. જના અંતર્ગત ક્રાઈમ બ્રાંચે અત્યાર સુધીમાં 1500થી વધુ દુકાનો ચેક કરી હતી. રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનિય બનાવ ન બને તે માટે સજાગતાના ભાગરૂપે ચેકિંગ હાથ ધરાયું હતું. કોઈ પણ પ્રકારનું તોફાન કે કાંકરીચાળો થાય તેવા સંજોગોમાં પૂરતા પુરાવા મળી રહે અને તોફાની તત્વો પકડાઈ જાય માટે પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેમા દુકાનદાર કે રહીશોએ કેમેરાનું રેકોર્ડિંગ 1 મહિના સુધી રાખવામાં આવે તેવા પણ આદેશો આપવામાં આવ્યો છે.

સાથેજ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રથયાત્રાના રૂટ પર તમામ રહીશો અને દુકાન માલિક સાથે મિટિંગનું આયોજન કરાયું હતું. દરેક વેપારીએ નાઇટ વિઝન અને સારી કવોલિટીના સીસીટીવી લગાવવા પડશે. સંવેદનશીલ વિસ્તારમાં 1500 સીસીટીવી કાયમી ધોરણે લગાવવામાં આવશે. જેમાં અત્યાર સુધીમાં કોટ વિસ્તારમાં 348 નવા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જયારે અન્ય દુકાનદારોને સીસીટીવી લગાવવાની સુચના આપવામા આવી છે..જે વેપારી 1 જૂન સુધી કેમેરા નહિ લગાવે તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામા આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદ જિલ્લાના 9 તાલુકામાં ગેમ ઝોન,  ટ્યુશન, મેળાનું ચેકીંગ શરૂ કર્યું
Next articleબ્રિટનના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વેલેન્સે આપી ચેતવણી, હજુ એક રોગચાળો આવવાનું નક્કી છે