Home દેશ - NATIONAL ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આરજેડી નેતા તેજસ્વી યાદવ પર કટાક્ષ કર્યો...

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આરજેડી નેતા તેજસ્વી યાદવ પર કટાક્ષ કર્યો  

22
0

(જી.એન.એસ) તા. 27

જહાનાબાદ,

લોકસભા ચુંટણીના પ્રચાર અર્થે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બિહારના જહાનાબાદમાં એક ચૂંટણી રેલીને સંબોધી હતી. તેમાં ભાજપ અધ્યક્ષએ આરજેડી સુપ્રીમો લાલુ યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે આરજેડી નેતા તેજસ્વી યાદવ ઉપર પણ કટાક્ષ કરતાં કહ્યું હતું કે, આ બાળકને તેના પિતાના કારનામા વિશે કેવી રીતે ખબર છે, તેને કેવી રીતે ખબર છે કે બિહારે શું સહન કર્યું છે. બિહારે કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો?

જેપી નડ્ડાએ કહ્યું કે, આ બાળક તેના પિતાના કારનામા વિશે તે કેવી રીતે જાણે ? તમે ભૂલી ગયા હશો, હું ભૂલી જવાનો નથી. 2003માં આ બિહારમાં આરજેડીની રેલી, લઠિયા રેલી થઈ હતી. ગાંધી મેદાન ખાતે તેલ પીલાવન, લાઠીયા ભજામ રેલી યોજાઈ હતી. આર જેડીના લોકો લાકડીઓ કેમ લાવ્યા, બિહારના લોકોને ડરાવવા લાકડીઓ લાવ્યા. તમે બધા તમારા ઘરોમાં રહો. બિહારે આ જંગલરાજ જોયું છે. શિક્ષણની એવી હાલત હતી, લોકો બિહાર છોડીને દિલ્હી ભણવા ગયા.

જંગી રેલીનું સંબોધન કરતાં જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, બિહારમાં જંગલ રાજને કારણે સ્થિતિ એવી હતી કે બપોરે 3 વાગ્યા પછી કોઈ જહાનાબાદ આવતું-જતું નહોતું. ખેડૂતો ભાગી રહ્યા હતા, હત્યાઓ, અપહરણ અને ખંડણીની માંગણીઓ થઈ રહી હતી. ઇન્ડી ગઠબંધનને ઘમંડી ગઠબંધન ગણાવતા તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચારીઓ એકબીજાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિપક્ષના અડધા નેતાઓ જેલમાં છે અને અડધા જામીન પર છે. જામીન પર રહેલા તેજસ્વી યાદવ પણ જેલમાં જશે.

ભાજપ અધ્યક્ષએ કહ્યું કે, દેશમાં છ તબક્કામાં ચૂંટણી થઈ છે. મને વિશ્વાસ છે કે, સાતમા તબક્કા સુધીમાં એનડીએ ને 400થી વધુ બેઠકો મળી જશે. છેલ્લા 10 વર્ષમાં મોદીજીએ માત્ર વડાપ્રધાન તરીકે જ દેશ પર શાસન નથી કર્યું પરંતુ ભારતીય રાજકારણની સંસ્કૃતિ, વ્યાખ્યા અને કાર્યશૈલી પણ બદલી નાખી છે. તમને દસ વર્ષ પહેલાંનું ભારત યાદ છે. ભારતના સામાન્ય માણસે સ્વીકાર્યું હતું કે, દેશમાં કોઈ પરિવર્તન નહીં આવે. દેશ ઉદાસીન માનસિકતા સાથે જીવી રહ્યો હતો, પરંતુ આજે 140 કરોડ દેશવાસીઓ વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા મોદીજી સાથે આગળ વધ્યા છે. નડ્ડાએ જહાનાબાદના ગાંધી મેદાનમાં જેડીયુના ઉમેદવાર ચંડેશ્વર પ્રસાદ, શાહપુર, અરાહમાં જ્ઞાનસ્થલી સ્કૂલ કેમ્પસમાં આર કે સિંહ, બિહાર શરીફમાં શ્રમ કલ્યાણ કેન્દ્ર મેદાનમાં જેડીયુના ઉમેદવાર કૌશલેન્દ્ર કુમારના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હી સીએમને ડોક્ટરોએ આપી પીઈટી – સીટી સ્કેન કરાવવાની સલાહ
Next articleતેલંગાણામાં તમાકુ, નિકોટિન યુક્ત ગુટકા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, પરિવહન અને વેચાણ પર 1 વર્ષનો પ્રતિબંધ