Home મધ્ય ગુજરાત અમદાવાદ હજી 2 દિવસ હિટવેવની આગાહી, 2 દિવસ બાદ ગરમીમાં થશે આંશિક ઘટાડો...

હજી 2 દિવસ હિટવેવની આગાહી, 2 દિવસ બાદ ગરમીમાં થશે આંશિક ઘટાડો  

26
0

(જી.એન.એસ) તા. 25

ગાંધીનગર/અમદાવાદ,

દેશ અને રાજ્યમાં પડી રહેલી ભયંકર ગરમી ઠી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે, હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે અને બે દિવસ બાદ લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આવતીકાલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્રીજા દિવસે 25 થી 30 કીમી ની ઝડપે પવન ફૂંકાશે. બે દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં સૌથી વધુ 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે તાપમાન 45 ડિગ્રી રહેવાની શક્યતા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના, 25થી વધુના મોત
Next articleઉત્તરી કેન્યામાં સોનાની ખાણ ધરાશાયી, 5 લોકોના મોત