(જી.એન.એસ) તા. 25
સુરત,
સુરત મહાનગરપાલિકાના એક સફાઈ કર્મચારી ઉપર એક શખ્સે નશાની હાલતમાં હુમલો કર્યો હતો. મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી પોતાના ભેસ્તાન વિસ્તારમાં સફાઈ કરી રહ્યો હતો તે દરમિયાન તેના વિસ્તારના એક શખ્સે નશાની હાલતમાં ત્યાં આવીને બોલાચાલી કરવા લાગ્યો હતો અને ત્યારબાદ ભેસ્તાન આવાસમાં આવેલી ઓફિસમાં પ્રવેશ કરી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેથી સફાઈ કામદારને જમણા હાથની કોણીના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ભેસ્તાન વિસ્તારમાં ફરજ બજાવતા મનપાના સફાઈ કર્મચારી રાબેતા મુજબ તેમના વિસ્તારમાં સફાઈ કરવા ગયા હતા, તે દરમિયાન ત્યાં હાજર એક શખ્સ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી, જેમાં મામલો ઉગ્ર બન્યો હતો, ત્યારબાદ ભેસ્તાન આવાસમાં આવેલી ઓફિસમાં પ્રવેશ કરી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેથી સફાઈ કામદારને જમણા હાથના કોણીના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ઈજાગ્રસ્ત કર્મચારી પ્રકાશ સન્યાસીએ કહ્યું કે, હું સફાઈ કામદાર છું. છેલ્લા 3 દિવસ બાદ કામ પર હાજર થયો હતો. કોઈ પંડિત નામના શખ્સે બોલાચાલી કરી અપશબ્દો કહેતા કચરાની ગાડી વાળો જતો રહ્યો હતો ત્યારે મને કહેવા લાગ્યો કે તમે હરામનો પગાર લો છો. પરંતુ હું મારા અધિકારીને ફોન કરતા ત્યાંથી નીકળીને ઓફિસ જતો રહ્યો હતો. પરંતુ ઓફિસમાં ચપ્પુ લઈને આવી ગયો અને મારા પર હુમલો કર્યો હતો. જેથી મને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ આવવામાં આવ્યો હતો. ભેસ્તાન આવાસમાં આવેલી ઓફિસમાં ઘુસીને હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે અધિકારીએ કહ્યું કે, જો આ રીતે ઓફિસમાં ઘુસીને હુમલાઓ થતાં રહેશે તો કર્મચારીઓને કામ કરવું પણ મુશ્કેલ થઈ જશે. મોટી સંખ્યામાં કામદારો પાલિકામાં સેવા આપી રહ્યાં છે. ત્યારે તેમને આ રીતની કનડગત થાય તે યોગ્ય નથી. તેને રક્ષણ મળવું જોઈએ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.