Home ગુજરાત રૂપાણીજી આ તો કેવી 108 જે તમારા ભાઈનો જીવ લઈને ગઈ…???

રૂપાણીજી આ તો કેવી 108 જે તમારા ભાઈનો જીવ લઈને ગઈ…???

658
0

(જી.એન.એસ.,રવિન્દ્ર ભદૌરિયા),તા.૦૯
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની માશીના દીકરાનું રાજકોટ ખાતે 108 મોડી આવતા મોત નીપજ્યું હતું. 108 ઇમરજન્સી સુવિધા છેલ્લા ઘણા સમયથી ગુજરાતના નાગરિકોને સુવિધા આપી રહી છે. અને હજારો, લાખો લોકોની જાન પણ બચાવી પરંતુ CM ના ભાઈ અનિલ ભાઈની જાન ન બચાવી શકી…! જેને લઈ આજે 108 ઇમરજન્સી સુવિધા વિવાદમાં ફસાઈ ગઈ છે કારણ કે ગુજરાતના મુખ્યમંત્રીના ભાઈ અનિલભાઈની મોત 108 45 મિનટ મોડી આવતા થઈ છે. જેથી  આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક રાજકોટના કલેક્ટરને તપાસના આદેશ આપી દીધા છે. પરંતુ પાછળના સમય માં  થયેલા મોત નું શુ…? એની તપાસ કોણ કરશે…?
4 ઓક્ટોબરના રોજ અનિલભાઈને શ્વાસની તકલીફ ઉપડતા તેમના પરિવારમાંથી 108 ઇમજન્સી ને કોલ કરવામાં આવ્યો હતો.પરંતુ 108  સમયથી ન પહુચતાં અનિલભાઈનું મોત નીપજ્યું હતું. હવે સવાલ 108ની સિસ્ટમ ઉપર ઉઠે છે કારણ કે ગુજરાત માં એવા ઘણા કિસ્સાઓ સામે આવશે જો રૂપાણી તપાસના આદેશ આપે તો…? કારણ કે  હવે ઘણી જગ્યા 108 મોડી પોહચે છે જેથી દર્દીની મોત થઈ જાય છે અને આજે ગુજરાતના CM વિજય રૂપાણીના ભાઈ સાથે ઘટના ઘટી.
ગુજરાત વિકાસની દ્રષ્ટિએ દોડી રહ્યું છે ત્યારે હજુ આ વિકાસની દોડ માં ક્યાંક ને ક્યાંક ગડબડ દેખાઈ રહી છે કારણ કે ગુજરાતમાં 6 કરોડ થી પણ વધારે લોકો વસવાટ કરે છે. આજે ગુજરાત બિઝનિસ માટે હબ તરીકે ઓળખાય છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને વિશ્વમાં લોકોના મુખે બોલતા કરી દીધું છે. ત્યારે ગુજરાતના CM જોડે જ આ ઘટના બને તે શરમજનક બાબત છે. કેમ આજે વિજય રૂપાણી ને ખબર પડી કે 108 મોડી પહુચતાં તેમની માસીના દીકરાનું મોત નીપજ્યું છે. પરંતુ જો ખરેખર 108  ની સિસ્ટમ ને તપાસવામાં આવે તો હજારો લાખો મોતની જવાબદાર 108 ઇમરજન્સી સુવિધા હોઈ શકે છે.
ગુજરાતમાં 14 હજારથી પણ વધારે ગામડાનું સમાવેશ થાય છે ત્યારે હજુ ગામડાઓમાં વિકાસ નામનું અર્થ કોઈને ખબર નથી કારણ કે જો કોઈ અવાજ ઉઠાવે તો નીચા સ્તરના અધિકારી તેની અવાજ બંધ કરવા માટે તેની અવાજ બંધ કરી દે છે. તો શું ડિજિટલ ઇન્ડિયા માં લોકોને સુવિધા ન મળે તો તે મોતના શિકાર બનતા રહશે ક્યાં સુધી….?  આજે ગુજરાતની જનતાનો એક જ સવાલ છે કે 108 મોડી આવે છે અને એનાથી કેટલા લોકોની જાન ગઈ છે તેની સમગ્ર તપાસના આદેશ આપો. કારણ કે ગુજરાતના તમામ લોકો જ તમારા છે.  આજે આ ઘટના બની ત્યારે 108ની બેદરકારી આપના સમક્ષ આવી. પરંતુ જો 108 સુવિધાની બેરકારીની તપાસ કરાવો તો લાખો બેટી અનાથ, લાખો સ્ત્રી વિધવા, અને લાખો બુઝુર્ગ આ બેદરકારીના શિકાર થયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરૂપાણી VS ગહેલોતઃ વિજયભાઈ તમે પણ ચેલેન્જ કરો, દારૂ પકડી બતાવે એટલે રાજીનામું આપી દેવું..!!
Next articleઅને ધારાસભ્ય બોલ્યા, “હું ઓછો કાંઇ દારૂની બોટલ આપવા જાઉ?, એતો કાર્યકરો કરતા હશે..!!