Home અન્ય રાજ્ય સાબરકાંઠાના પ્રાંતિજમાં તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકીના મોત

સાબરકાંઠાના પ્રાંતિજમાં તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકીના મોત

25
0

(જી.એન.એસ) તા. 24

પ્રાંતિજ,

સાબરકાંઠાના પ્રાંતિજથી એક આઘાતજનક સમાચાર આવ્યા હતા જેમાં પ્રાંતિજ તાલુકાના મહદેવપુરા ગામના તળાવમાં ન્હાવા પડતા ત્રણ બાળકીઓના ડૂબી જવાથી મોત થયા હતા. આ બનાવની વિગત મુજબ ત્રણેય બાળકીઓ પશુ ચરાવવા માટે ગઈ હતી જે દરમિયાન તળાવમાં ન્હાવા પડી હતી પરંતુ પાણીમાં તરતા ન આવડતું હોવાથી ત્રણેય બાળકીના ડૂબી જવાથી મોત થયા હતા. ત્રણ બાળકીઓના કમકાટી ભર્યા મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, એકજ કુટુંબની ત્રણ દીકરીઓના મોત થયા છે. જેમાં બે તો સગી બહેન હતી, આ દૂર્ઘટનાના પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. બનાવને પગલે પ્રાંતિજ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમગફળીમાં જમીનજન્ય રોગ, જીવાતના નિયંત્રણ માટે વાવણી પહેલા તથા વાવણી સમયે લેવાના પગલાં
Next articleરાજસ્થાનમાં તાપમાન ૪૭ ડીગ્રીને પાર, 8 લોકોના મોત