Home મધ્ય ગુજરાત અમદાવાદ ગુજરાત હાઈકોર્ટે રાજ્યના જિલ્લા ન્યાયાલોયમાં કૂલ 198 જગ્યાઓ તથા રાજ્યની ઔદ્યોગિક ન્યાયાલયોમાં...

ગુજરાત હાઈકોર્ટે રાજ્યના જિલ્લા ન્યાયાલોયમાં કૂલ 198 જગ્યાઓ તથા રાજ્યની ઔદ્યોગિક ન્યાયાલયોમાં કૂલ 12 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી

24
0

(જી.એન.એસ) તા. ૨૪

અમદાવાદ,

ગુજરાત રાજ્યમાં નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે મોટા અને સારા સમાચાર આવ્યા છે જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિવિધ પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્યના જિલ્લા ન્યાયાલોયમાં કૂલ 198 જગ્યાઓ તથા રાજ્યની ઔદ્યોગિક ન્યાયાલયોમાં કૂલ 12 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ગુજરાત હાઈકોર્ટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી છે.

ગુજરાત હાઈકોર્ટ ભરતીની મહત્વની માહિતી:-

સંસ્થાગુજરાત હાઈકોર્ટ
પોસ્ટપ્રોસેસ સર્વર, બેલીફ વર્ગ -3
નોકરીનું સ્થળગુજરાતની વિવિધ કોર્ટ
અરજી કરવાની છેલ્લી તારીખઈન્ફોર્મેશન બુલેટિન વાંચવું
ક્યાં અરજી કરવીhc-ojas.gujarat.gov.in
નોટિફિકેશન લિંકhttps://gujarathighcourt.nic.in/hccms/sites/default/files/Recruitment_files/999_999_2024_5_22_487_1.pdf
કુલ જગ્યા210

ગુજરાત હાઈકોર્ટ ભરતી પોસ્ટની વિગતે માહિતી

કોર્ટપોસ્ટજગ્યા
વિવિધ જિલ્લા કોર્ટોપ્રોસેસ સર્વર /બેલીફ198
ઔદ્યોગિક કોર્ટોપ્રોસેસ સર્વર /બેલીફ12

ગુજરાત હાઈકોર્ટ ભરતી માટે લાયકાત

સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 કે તેના સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાર કરેલી હોવી જોઈએ

ઉમેદવાર સાયકલ કે માન્ય ડ્રાઈવિંગ લાઈસન્સ સાથે દ્વીચક્રી વાહન ચલાવવાનું જ્ઞાન ધરાવતાં હોવા જોઈએ

ઉમેદવાર સરકાર દ્વારા નિર્ધારિત કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતાં હોવા જોઈએ

ઉમેદવારને ગુજરાતી થવા હિન્દી ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ

ગુજરાત હાઈકોર્ટ ભરતી માટે વયમર્યાદા

ઉમેદવારની ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારખીના રોજ 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળાં વર્ગ, મહિલા ઉમેદવારો, ડિફ્રન્ટલી એબ્ડના કિસ્સામાં સરકારના પ્રવર્તમાન નિયમો ,હુકમો જોગવાઈઓ નીતિઓ અનુસાર છૂટછાટ આપવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટ ભરતી માટે અરજી ફી

સામાન્ય ઉમેદવારોએ ફી તરીકે 1500 રૂપિયા ઉપરાંત બેંક ચાર્જીસ

અનામત વર્ગના ઉમેદવારોએ ફી તરીકે 750 રૂપિયા ઉપરાંત બેંક ચાર્જીસ

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબર્થ સર્ટિફિકેટ કેસ: સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન, પત્ની તન્ઝીન અને પુત્ર અબ્દુલ્લા ની સજા પર હાઈકોર્ટે રોક લગાવી, ત્રણેયને જામીન આપ્યા
Next articleકાળઝાળ ગરમીમાંથી જલ્દી રાહત મળી શકે તેવા કોઈ એંધાણ જણાતા નથી: હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીની આગાહી