Home ગુજરાત અરે બાપ રે.. ગુજરાતની આ ભયાનક ગરમી તો જીવલેણ બની  

અરે બાપ રે.. ગુજરાતની આ ભયાનક ગરમી તો જીવલેણ બની  

19
0

(જી.એન.એસ) તા. ૨૪

સુરત/વડોદરા,

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ પડી રહ્યો છે. અંગ દઝાડતી ગરમી હવે લોકોના જીવ પણ લઈ રહી છે. વિરમગામમાં ગરમીના લીધે 70 વર્ષીય વૃદ્ધનું મોત થયુ છે. વિરમગામ રેલવે કોલોની પાસે હીટવેવથી થયું વૃદ્ધનું મોત. અમદાવાદ જિલ્લામાં ગરમીને કારણે રેડ એલર્ટ છે.

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ગરમીથી 2 લોકોના મોત થયા છે. સિવિલ હોસ્પિટલમાં 41 દર્દીઓ દાખલ છે, જેમાં 10 લોકોની સ્થિતિ ગંભીર છે. હિટ સ્ટ્રોકને લઇને દર્દીઓ માટે અગલ વોર્ડ શરૂ કરાયો છે. રેડ અલર્ટના કારણે સાંજના સમયે હિટ સ્ટ્રોકના કેસો વધ્યા છે. લૂ લાગવી, માથુ દુખવું, બેભાન થઇ જવા જેવા લક્ષણો સામે આવ્યા છે.

દાહોદના ધાચીવાડ અને સીગવડનામા બપોરના સમયે ખેતરમા કામ કરતી મહિલાનું મોત થયું છે. પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે કે, ગરમીના કારણે બંન્ને મહિલાનું મોત થયું છે. અત્રે જણાવીએ કે, તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર જતા લોકોને ચક્કર આવવા, લૂ લાગવી જેના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગરમીમા બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.

વડોદરામાં રેકોર્ડબ્રેક 45 ડિગ્રી ગરમીમાં શહેર શેકાયું છે. વડોદરામાં ગભરામણ અને હાર્ટ એટેકનાં કારણે 5 વ્યક્તિનાં મૃત્યું નિપજ્યા છે. વર્ષ 2016માં વડોદરામાં 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગઈકાલે તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. આકરી ગરમીનાં કારણે રોનાલ્ડ રોય (ઉ.વર્ષ.23) દિલીપ કાકરે (ઉ.વર્ષ.65), નવીન વસાવા (ઉ.વર્ષ.75), શાંતાબેન મકવાણા (ઉ.વર્ષ.63), પીટર સેમ્યુઅલ (ઉ.વર્ષ.47) નુ મૃત્યું થતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

સુરતમાં આકરી ગરમીની અસર વર્તાઈ રહી છે. ત્યારે  સુરતમાં હીટવેવથી શહેરમાં 9 થી વધુનાં મોત થયા હતા. છેલ્લા 48 કલાકમાં ગરમીથી 19 લોકોનાં મોત થયા હતા. તમામ મૃતકો 36 થી 48 વર્ષની વયનાં હોવાનો ખુલાસો થવા પામ્યો છે. આ તમામ લોકોનાં ગભરામણ તેમજ બેભાન થઈ જવાની ફરિયાદ બાદ મોત થયા હતા. મહાનગરપાલિકા અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આશ્રય વિહોણાં 146 થી વધુ લોકોને શેલ્ટર હોમમાં ખસેડાયા છે. તેમજ ફૂટપાથ પર રહેતા લોકો હીટવેવનો શિકાર ન બને તે માટે કામગીરી કરાઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં પ્રાકૃતિક ખેતીમાં મહિલાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે : શ્રી આચાર્ય દેવવ્રતજી
Next articleગુજરાત બોર્ડમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પાસ થવાની મોટી તક