Home ગુજરાત હિન્દુવાદી નેતાના હત્યા ષડયંત્રમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૌલવીની ધરપકડ બાદ વધુ ૧...

હિન્દુવાદી નેતાના હત્યા ષડયંત્રમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૌલવીની ધરપકડ બાદ વધુ ૧ વ્યક્તિની ધરપકડ

18
0

(જી.એન.એસ) તા. 23

ગુજરાત પોલીસને મળી વધુ એક મોટી સફળતા, હિન્દુવાદી નેતાના હત્યા ષડયંત્રમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અગાઉ એક મૌલવીની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે વધુ તપાસ કરતા મૌલવી સાથે સંપર્કમાં રહેલા વધુ એક શખ્સ અશોક સુથારની ક્રાઈમ બ્રાંચની ટીમે રાજસ્થાન ના બિકાનેરથી ધરપકડ કરી છે. અશોક સુથાર સાથે મૌલવી ચેટીંગ કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસ તેની પાસેથી મોબાઇલ ફોન લેપટોપ સહિતના ડિવાઇઝ જપ્ત કર્યા છે. તે સિવાય તપાસમાં અશોક સુથારે ધર્મપરિવર્તન કરીને અબુબકર બની ગયો હોવાનું ખૂલ્યું છે. જ્યારે તે દિલ્હીમાં હતો ત્યારે મૌલવી સાથે સંપર્કમાં આવ્યો હતો. અશોક ત્યાં કોમ્પ્યુટરને લગતો ધંધો કરતા અશોકની પુછપરછમાં ઘણા ખુલાસા થવાની શક્યતાઓ છે.
દેશના હિન્દુવાદી નેતાઓને ધમકી આપી તેમને જાન થી મારી નાખવા માટે ષડયંત્ર પાકિસ્તાનમાં બેસેલા ડોગર દ્વારા કરવામાં આવી રહ્યું હોવાનું સુરત પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે અશોક સુથાર ઉર્ફે અબુ બકરને કોર્ટમાં હાજર કરીને 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં કોર્ટે તેના સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

તપાસમાં આરોપી અશોક સુથાર સતત યુવતી સાથે ચેટ કરતો હોવાથી તેની સાથે પ્રેમસંબંધ બંધાઈ ગયો હતો. યુવતીએ અશોકને કહ્યું હતું કે તમારે મારી સાથે લગ્ન કરવા હશે તો ધર્મ પરિવર્તન કરવું પડશે. યુવતીએ પોતાના ધર્મની કેટલીક બુક્સ પણ મોકલશે, એમ કહ્યું હતું. બાદદમાં આરોપીએ ઓનલાઈન પાકિસ્તાનના મૌલવી દ્વારા ધર્મ પરિવર્તન કર્યું હતું. બાદમાં તે અશોક સુથારમાંથી અબુ બકર બની ગયો હતો. ધર્મ પરિવર્તન બાદ તે મસ્જિદમાં જતો ન હતો. તેના પરિવારને પણ તેના ધર્મ પરિવર્તનની જાણ ન હતી.

પાકિસ્તાનમાં બેસીને ભારતમાં હિન્દુ નેતાઓની હત્યા કરવા માટે સ્લીપર સેલ ને ડોગરે એક્ટિવ કર્યા હતા. અત્યાર સુધી આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી મૌલવી પાસે બે ઇલેક્શન કાર્ડ મળ્યા હતા. જ્યારે બિહારથી ધરપકડ કરાયેલા મોહમ્મદ રઝા પાસે નેપાળની નાગરિકતા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત આરોપીઓને નાણાં પાકિસ્ચતાનથી મોકલવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશ એટીએસએ જે આરોપીની ધરપકડ કરી છે તેનું કનેક્શન પણ પાકિસ્તાનના ડોગર સાથે જોડાયેલ છે. જેથી સુરત પોલીસ યુપી એટીએસ સાથે મળીને તપાસ કરશે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બેસીને ભારતના હિન્દુવાદી નેતાઓને જાનથી મારી નાખવા માટે ભારતના જ યુવાનોને સ્લીપર સેલ તરીકે વાપરી રહ્યો હતો. હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને જાન થી મારી નાખવાની ધમકી મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે સુરત જિલ્લાના કામરેજ વિસ્તારથી મોલવી સોહિલની ધરપકડ કરી હતી. મોલવીની ધરપકડ બાદ અનેક ઘટસ્ફોટ સામે આવ્યા છે. મોલવી સાથે અન્ય બે લોકોની બિહાર અને મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવી છે. મોહમ્મદ રઝા અને મહારાષ્ટ્રથી શકીલની બિહારથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં મોલવી પાસે બે ચૂંટણી કાર્ડ છે જેના એપી નંબર અલગ અલગ છે આ સાથે મોલવી પાસે બે જન્મના દાખલા પણ મળી આવ્યા હોવાનું બહાર આવ્યું છે. જેમાંથી એક સુરત અને એક મહારાષ્ટ્રનું છે. એટલું જ નહીં બિહારથી ધરપકડ કરાયેલા આરોપી મોહમ્મદ રઝા નેપાળની નાગરિક છે પરંતુ તેની પાસે આધાર કાર્ડ ભારતનું છે .જેની વિસ્તૃત તપાસ ચાલી રહી છે.

તપાસમાં પાકિસ્તાનમાં બેસેલા ડોગર ભારતના પોતાના સ્લીપર સેલને વર્ચ્યુઅલ નંબર આપતો હતો જેમાં મોલાના મોહમ્મદ રઝાક અને સોહેલ સામેલ હોવાનું જણાયું છે. તેમની પાસેથી 17 વર્ચ્યુઅલ અને 42 ઇમેલ એડ્રેસ મળી આવ્યા છે. આ વર્ચ્યુઅલ નંબર પરથી ગ્રુપ કોલિંગ કરી આ લોકો નુપુર શર્મા સહિતના હિન્દુવાદી નેતાઓને ધમકી આપતા હતા. રામ મંદિર માટે પદયાત્રા કરનાર શબનમ શેખ, સુરેશ રાજપુત, ઉપદેશ રાણા, નિશાંત શર્મા, કુલદીપ સોની સહિતના લોકો સામેલ છે.. હિન્દુવાદી નેતાઓને જાનથી મારી નાખવા માટે પાકિસ્તાનથી આરોપીઓને ડોગર હથિયાર પણ મોકલવાનો હતો. તે સિવાય આ માટે એક કરોડ રૂપિયા પણ પાકિસ્તાનથી મોકલવાની વાત તેને કરી હતી.
આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાનમાં બેસેલા ડોગર આ લોકોને ઓપરેટ કરતો હતો.

જ્યારે ગ્રુપ કોલ કરવામાં આવતો હતો ત્યારે તેને એકે ફોર્ટી સેવન સાથે પોતાની તસ્વીર પણ ત્યાં મૂકી હતી. આરોપીઓ ને તે વર્ચ્યુઅલ નંબર મોકલતો હતો હવાલા મારફતે પણ આરોપીઓને પૈસા મોકલવામાં આવ્યા છે જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. મોલવી એ કઈ રીતે બે ઇલેક્શન કાર્ડ બનાવ્યા અને સાથે અન્ય આરોપી મોહમ્મદ રઝા કઈ રીતે નેપાલની નાગરિકતા ધરાવવા છતાં ભારતમાં આધારકાર્ડ બનાવે છે તે અંગેની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે. આરોપી મોહમ્મદ રજા નેપાલ માં ગારમેન્ટની દુકાનમાં નોકરી કરે છે. તે ભારત આવ્યો ત્યારે તેની ધરપકડ બિહારના મુઝફ્ફર પુર થી કરવામાં આવી હતી.

સાથે તેઓએ જણાવ્યું હતું કે હાલ હજી યુપીએટીએસ દ્વારા જી-આઉલ-હક નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેના સીધા સંપર્ક આઇએસઆઇ સાથે છે તેને જણાવ્યું છે કે તેને પણ ફંડિંગ પાકિસ્તાનમાં બેસેલા ડોગર દ્વારા કરવામાં આવી રહ્યો હતો. જેથી યુપી એટીએસ સાથે મળીને બંને કેસમાં જે ડોગર છે તે એક જ વ્યક્તિ છે કે નહીં તે અંગેની પણ તપાસ કરવામાં આવશે. કારણકે ફંડિંગ માટે બંને કેસમાં એક જ વ્યક્તિનું નામ આવી રહ્યું છે જે પાકિસ્તાનમાં છે. સુરતના આરોપીઓને પણ ફંડિંગ હવાલા મારફતે કરવામાં આવી છે જે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે આ સાથે પંજાબ અને પ્રદેશની પણ મદદ લેવામાં આવશે કે તેમની સડોવની ની અન્ય કેસોમાં છે કે નહીં.

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે કટરવાદમાં માનતા ભારતના યુવકોને ડોગર પોતાના સ્લીપર સેલ બનાવતો હતો. ભારત વિરોધી વિચારધારા રાખનાર અને વિડીયો બનાવનાર પાકિસ્તાનના યુટ્યુબર જેશબાબા ને આ આરોપીઓ ફોલો કરતા હતા. આવા ફોલોવર જે લાઇક અને કમેન્ટ કરે તેમને પાકિસ્તાની ડોગર સંપર્ક કરતો હતો. બાદમાં તેમને હિન્દુવાદી નેતાઓને ટાર્ગેટ કરવા માટે જણાવતો હતો. અગાઉ એન્ટી હિન્દુ પોસ્ટને કારણે જિલ્લા પોલીસ દ્વારા મૌલવીની ધરપકડ પણ કરવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘નિર્મળ ગુજરાત 2.0’ એક્શન પ્લાન સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
Next articleસાંસદના એક જૂના મિત્રએ જ હત્યા માટે પાંચ કરોડની સોપારી આપવામાં આવી હતી