Home અન્ય રાજ્ય જમીન વેચાણ નોંધ મંજુર કરાવવા 30,000 ની લાંચ લેતા બે શખ્સોને એસીબીએ...

જમીન વેચાણ નોંધ મંજુર કરાવવા 30,000 ની લાંચ લેતા બે શખ્સોને એસીબીએ રંગે હાથ ઝડપ્યા

19
0

(જી.એન.એસ) તા. 23

હારીજ,

લાંચિયા લોકોને રંગે હાથ પકડવામાં એસીબીને મળી છે મોટી સફળતા, જમીન વેચાણની નોંધ મંજુર કરાવવા માટે એક વ્યક્તિ પાસેથી રૂ.30,000 ની લાંચ લેતા બે શખ્સોની એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ ધરપકડ કરી હતી. આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદીના સંબંધીએ પોતાની જમીન વેચી હોવાથી આ જમીનની વેચાણ નોંધ મંજુર કરાવવી હતી. આ માટે સર્કલ ઓફિસર વતી રમેશ ડી.અખાણીએ રૂ.60,000 ની લાંચ માંગી હતી. જોકે ફરિયાદીએ આ અંગે એસીબીમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ હારીજ પાલિકા કોમ્પ્લેક્સ ખાતે ફરિયાદીની દુકાનમાં જાળ બિછાવી હતી. જેમાં આરોપી રમેશ અખાણીએ ફરિયાદી સાથે વાતચીત કરી હતી. બાદમાં અન્ય આરોપી વિપુલ પી.પરમારે રૂ. 30,000ની લાંચ સ્વીકારતા અધિકારીઓના હાથે ઝડપાઈ ગયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપુરવઠા વિભાગે રેડ પાડી તાલાળા-સાસણ રોડ પર શંકાસ્પદ અનાજનો જથ્થો પકડી પાડ્યો
Next articleમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને લોકોને તડકામાં કામ વગર બહાર ન નીકળવાની અપીલ કરી