Home ગુજરાત ગાંધીનગર LCB એ સિગરેટની પેકેટ ચોરી કરતી ગેંગને ઝડપી પાડ્યા

ગાંધીનગર LCB એ સિગરેટની પેકેટ ચોરી કરતી ગેંગને ઝડપી પાડ્યા

493
0

(જી.એન.એસ) તા. ૦૩/૧૦

ગાંધીનગર: નવરાત્રી તેમજ દિવાળીના તહેવાર અનુસંધાને જિલ્લા વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે તેમજ અનડિટેક્ટ મિલ્કત સંબધી ગુન્હાઓ અટકાવવા માટે ગાંધીનગર LCB એ કવાયત હાથ ધરી છે. ત્યારે બાતમીના આધારે નાના ચિલોડા હિંમતનગર તરફ જતા ગગન હોટલથી એક કાર (વરના) ગાડી ચોરીના સિગારેટના પકેટ ભરી જતી હતી તે સમયે બાતમીના આધારે વરના ગાડીને LCB એ ઝડપી પાડી હતી. કાર સાથે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે કુલ 3 ઇસમોને પકડી પડેલ છે. ૧.જેમાં દર્શન રમેશભાઈ, ૨.યોગીન વલ્લભભાઈ કુકડીયા અને ૩.નિખિલ ભાઈ ટાંક છે. આ ત્રણેય આરોપી અલગ અલગ જિલ્લાના મૂળ વતની છે. અગાઉ પણ આ ત્રણ આરોપીએ ચોરીના કેસમાં સંડોવાયેલા હતા.

ઈસમો પાસેથી કારમાં બિસ્ટોલ ગોલ્ડ ફ્લેગ, વિલ્સ નેવીકટ, ગોલ્ડ સુપર અને કલાસિક જેવી જુદી જુદી કંપનીની 785 કાર્ટૂન છે તેવી માહિતી બાતમી દ્વારા મળતા કારને રોકી ડ્રાઇવરને પૂછવામાં આવ્યું ત્યારે ડ્રાઇવર તરફથી કોઈ જવાબ ન મળતા આરોપી દર્શન રમેશ ભાઈને પકડી પાડવામાં આવ્યો હતો. પરંતુ આરોપી દર્શન રમેશભાઈએ પોતાના સાગરીતો દ્વારા મળી ગાંધીનગરની GIDC માં સિગારેટના કાર્ટૂનની ચોરી કરી હતી.

ગાડી નંબર GJ01 એચ.આર 5749 નંબરની ગાડીમાં ચોરી કરેલ સિગારેટના કાર્ટૂનની માહિતી મળતા ગાંધીનગર LCB એ ગાડી જપ્ત કરતા અન્ય એક ગુન્હાનો ભેદ ઉકેલ્યો હતો. આ બાબતે LCB એ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કુલ સિગરેટના પેકેટની કિંમત 72,400 છે.જેમાં વરના કાર અને મોબાઇલ સાથે LCB એ 183,400નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleધનજી કેસમાં પોલીસ તપાસમાં નિષ્ફળ જતા દીકરાના ન્યાય માટે પિતા અનશન ઉપર
Next articleઆંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા તિલકનું આયોજન કરાયું