(જી.એન.એસ) તા.૨૨
દિલ્હી,
કોલકાતા નાઈટ રાઈડર્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની એકતરફી મેચમાં શ્રેયસ અય્યરની ટીમે જીત મેળવી હતી. કોલકાતાએ 160 રનનો ટાર્ગેટ માત્ર 13.4 ઓવરમાં હાંસલ કરી લીધો હતો અને 2 વિકેટ ગુમાવીને જીત નોંધાવી હતી. આ મેચમાં ઓપનિંગ કરવા આવેલા કેકેઆરના બેટ્સમેને મેચ બાદ કહ્યું કે તે તેની માતાને હોસ્પિટલમાં છોડીને રમવા આવ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચ એકતરફી રહી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ પેટ કમિન્સની ટીમ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી. કોલકાતાના અનુભવી મિચેલ સ્ટાર્કે શરૂઆતમાં જ આવીને ત્રણ વિકેટ લઈને બેટિંગની કમર તોડી નાખી હતી. રાહુલ ત્રિપાઠી અને એનરિક ક્લાસને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. કેપ્ટન પેટ કમિન્સે અંતે 30 રનની ઝડપી ઇનિંગ રમીને સ્કોર 159 રન સુધી પહોંચાડ્યો હતો. કપ્તાન શ્રેયસ અય્યર અને વેંકટેશ અય્યરની તોફાની અડધી સદીના કારણે કોલકાતાએ 13.4 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું અને સરળ જીત નોંધાવી હતી. આ સિઝનમાં ફિલ સોલ્ટે સુનીલ નારાયણ સાથે મળીને કોલકાતા માટે મજબૂત શરૂઆત કરી હતી. ઈંગ્લેન્ડનો ખેલાડી પાછો ફર્યો હતો અને તેના સ્થાને અફઘાનિસ્તાનના રહેમાનુલ્લા ગુરબાઝને ઓપનિંગમાં મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. આ બેટ્સમેને હૈદરાબાદ સામે પ્રથમ વિકેટ માટે 44 રન જોડ્યા હતા. ગુરબાઝ 14 બોલમાં 23 રન બનાવીને પરત ફર્યો હતો. કેકેઆર ફાઇનલમાં પહોંચ્યા પછી તેણે એક હૃદયદ્રાવક વાત કહી કે તે તેની માતાને હોસ્પિટલમાં છોડીને રમવા આવ્યો હતો. હૈદરાબાદ વિરૂદ્ધ કેકેઆર માટે ઓપનિંગ કરવા આવેલા રહેમાનુલ્લા ગુરબાઝે મેચ બાદ કહ્યું, આ સમયે પણ મારી માતા હોસ્પિટલમાં દાખલ છે. હું દરરોજ તેમની સાથે ફોન કરીને વાત કરું છું. તેની માતા હોસ્પિટલમાં હતા તે પછી પણ તેણે આઈપીએલ રમવા માટે અફઘાનિસ્તાનથી ભારત આવવાનું નક્કી કર્યું. ફિલ સોલ્ટ આઈપીએલમાંથી પરત ફર્યા બાદ કોલકાતાની ટીમને મારી જરૂર પડશે તેની મને જાણ હતી. હું ટીમની જરૂરિયાતના સમયે હાજર રહેવા માંગતો હતો, તેથી જ મેં મારી માતાને છોડીને અફઘાનિસ્તાનથી ભારત આવવાનો મુશ્કેલ નિર્ણય લીધો હતો. હું અહીં ખુશ છું. મારી માતા પણ મારા માટે ખુશ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.