(જી.એન.એસ.રવિન્દ્ર ભદોરીયા)તા.01/10
ઢબુડી ઉર્ફે ધનજી ઓડ વિરુદ્ધ આજ સુધી કોઈ કાર્યવાહી નહીં થતા એક બાપ પોતાના દીકરાના ન્યાય માટે આવતી કાલે ગાંધીજયંતિના દિવસે જ ગાંધીચીંધ્યા માર્ગે અનશન ઉપર ઉતરશે.ત્યારે સવાલ એ છે આપણું ન્યાય તંત્ર એટલે ખાડે ગયું છે કે ન્યાય મેળવવા માટે અનશન ઉપર ઉતરવું પડે
ધનજી એવી તો કઈ મોટી તોપ છે કે બે બે અરજીઓ પુરાવા સાથે થઈ તો પણ ધનજી વિરુદ્ધ ફરિયાદ નોંધતાથી નથી. કોની રહેમનજર છે કે ધનજી વિરૃદ્ધ ફરિયાદ નોંધાતી નથી..? ધનજી ધૂતારો છે અને લોકો સાથે છેતરપિંડી કરી છે છતાં કેમ તેને છવારવામાં આવી રહ્યો છે.
જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ સામે જાણવા જોગ અરજી નોંધાય છે ત્યારે પોલીસ આકાશ- પાતાળ એક કરી શોધી ફરિયાદ નોંધી જેલહવાલે કરે છે, પરંતુ આજે ઢબુડી ઉર્ફે ધનજી ઓડ સામે પુરાવા સાથે બે અરજી થઈ ચૂકી છે છતાં પેથાપુર પોલીસ અને ચાંદખેડા પોલીસ હાથ ઉપર હાથ રાખી બેસી રહી છે. એટલે કહી શકાય કે હવે ધનજી ઓડને કોઈ મોટી હસ્તી છાવરી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ધનજી સામે ફરિયાદનો સમય વધુ થઈ ગયો છે છતાં પોલીસ કેમ તપાસ નથી કરતી બસ તપાસના નામે જીરો કેમ..?
ધનજી વિરુદ્ધ બીજી અરજી પણ ચાંદખેડા પોલીસ સ્ટેશનમા છેતરપિંડીની કરવામાં આવી છે છતાં પણ આજ સુધી તપાસ કરવામાં આવી નથી અને ફરિયાદ પણ નોંધવામાં આવી નથી સ્પષ્ટ પુરાવા દેખતા હોવા છતાં પોલીસ કેમ ફરિયાદ નોંધાતી નથી..? એક બાજુ રૂપાણી સરકાર ભ્રષ્ટાચાર, કૌભાંડો તેમજ કાળાનાણા બહાર લાવવાની વાતો કરે છે તો બીજી બાજુ કેમ ધનજી વિરુદ્ધ કાર્યવાહી કરી કરોડોના કાળાનાણાં બહાર લાવવાની તસ્તી લેવામાં આવતી નથી..? શુ ધનજી ઉપર કોઈ મોટા આશીર્વાદ છે..?
ધનજીનું કરોડોનું સોનુ બિલ વગર માતંગી જેવેલર્સમાં ઓગળ્યું છતાં આજ સુધી કેમ આ જેવેલર્સની તાપસ કરવામાં આવી નથી..? ધનજીના લાખો રૂપિયા યુનિયન બેન્કમા પડયા છે તો પણ કેમ તેની તપાસ કરવામાં આવતી નથી..? આ તમામ મુદ્દા જોતા એવું લાગી રહ્યું છે કે ધનજીને છવરવામાં જ આવી રહ્યો છે.આ કારણે જ ભીખાભાઇ મણિયા જેમનો દીકરો ધનજીના કહેવાથી મૃત્યુ પામ્યો હતો અને એની અરજી પેથાપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી પુરાવા આપવા છતાં આજ સુધી કોઈ કાર્યવાહી નહીં થતા ભીખાભાઇ મણિયા આવતી કાલે અનશન ઉપર ઉતરવાના છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ ધનજી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે..? શુ ધનજી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાશે..?
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.