(જી.એન.એસ) તા. 22
નવી દિલ્હી,
કોરોના વાયરસ KP.1 અને KP.2ના નવા કેસ ના લીધે લોકોની ચિંતામાં વધારો
સિંગાપોર બાદ હવે ભારતમાં પણ કોરોના વાયરસ KP.1 અને KP.2ના નવા પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. મળતી વિગતો મુજબ દેશના વિવિધ રાજ્યોમાં 300 થી વધુ કેસ નોંધાયા છે. દેશમાં કુલ 290 લોકો KP.2 અને 34 KP.1 થી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે. આ બે સબ-વેરિઅન્ટ્સને કારણે સિંગાપોરમાં ચેપના કેસમાં વધારો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બંને JN1 વેરિઅન્ટના સબ-વેરિઅન્ટ છે જે હોસ્પિટલમાં દાખલ થવા અને ગંભીર રીતે બીમાર થવાના કેસ સાથે સંબંધિત નથી. તેથી આ પ્રકારથી ચેપ લાગવાની ચિંતા કરવાની જરૂર નથી.
કોરોનાના નવા વેરિઅન્ટના તમામ કેસ, જેએન-વન ના પેટા પ્રકારોના વાયરસના છે. આવા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા અને ગંભીર કેસોમાં કોઈ વધારો થયો નથી. “તેથી, ચિંતા કે ગભરાટનું કોઈ કારણ નથી. કોરોના વાયરસના વેરિઅન્ટમાં ઝડપી ગતિએ પરિવર્તનો થતા રહેશે અને આ SARS-CoV2 જેવા વાયરસનું કુદરતી વર્તન છે.
મહારાષ્ટ્રમાં આ ચેપના કુલ ચાર કેસ નોંધાયા છે. જ્યારે દેશમાં KP.2 સબ-વેરિયન્ટના કુલ 290 કેસમાંથી સૌથી વધુ 148 કેસ એકલા મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. આ સિવાય દિલ્હી અને મધ્ય પ્રદેશમાં આ પ્રકારનો એક-એક કેસ નોંધાયો છે. જ્યારે ગોવામાં 12, ગુજરાતમાં 23 અને હરિયાણામાં ત્રણ લોકો આ પ્રકારથી સંક્રમિત થયા છે. બીજી તરફ કર્ણાટકમાં ચાર, ઓડિશામાં 17, રાજસ્થાનમાં 21 અને ઉત્તર પ્રદેશમાં આઠ લોકો આ ચેપથી પ્રભાવિત છે. જ્યારે ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે 16 અને 36 લોકો આ પેટા પ્રકારથી સંક્રમિત થયા છે. તમને જણાવી દઈએ કે, સિંગાપોરમાં તાજેતરના સમયમાં કોવિડ-19ની લહેર જોવા મળી રહી છે. આ મહિને 5 થી 11 મેની વચ્ચે દેશમાં KP.1 અને KP.2 સબ-વેરિયન્ટ ચેપના કુલ 25,900 કેસ જોવા મળ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ INSACOG કોરોનાના વધતા કેસોને લઈને સંવેદનશીલ છે અને જો નવા પ્રકારોના કેસ સામે આવે તો તેનો સામનો કરી શકે છે. INSACOG અનુસાર દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં KP.1 ચેપના કુલ 34 કેસ જોવા મળ્યા છે. જેમાંથી 23 કેસ એકલા પશ્ચિમ બંગાળમાં નોંધાયા હતા. આ સાથે ગોવા, હરિયાણા અને ઉત્તરાખંડમાં આ ચેપનો એક-એક કેસ નોંધાયો છે. જ્યારે ગુજરાત અને રાજસ્થાનમાં 2-2 કેસ મળી આવ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.