Home રમત-ગમત Sports પ્લેઓફમાંથી બહાર થતા માહીએ કોહલી જોડે ડ્રેસિંગ રૂમમાં શું વાત કરી?

પ્લેઓફમાંથી બહાર થતા માહીએ કોહલી જોડે ડ્રેસિંગ રૂમમાં શું વાત કરી?

118
0

(જી.એન.એસ) તા.૨૧

આઈ પી એલ ૨૦૨૪ માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા જે રીતે છેલ્લી લીગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને પ્લેઓફમાં જગ્યા મેળવી હતી તે કોઈ ચમત્કારથી ઓછી ન હતી. ટીમે સતત 6 મેચ જીતીને આ કારનામું કર્યું હતું. હાર બાદ ચેન્નાઈના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ખૂબ જ નિરાશ થઈ ગયા હતા અને મેચ સમાપ્ત થયા બાદ તે એકલા ડ્રેસિંગ રૂમમાં ગયા હતા. અહેવાલ છે કે વિરાટ કોહલી તેને ત્યાં મળ્યો હતો અને બંનેએ મહત્વપૂર્ણ વાતચીત કરી હતી.

ઇન્ડિયન પ્રીમિયર લીગમાંથી ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનું વિદાય ચાહકો માટે આશ્ચર્યજનક હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જે રીતે છેલ્લી લીગ મેચમાં ટીમને હરાવીને પ્લેઓફની ટિકિટ મેળવી તે કોઈ ચમત્કારથી ઓછું નહોતું. ટીમે સતત 6 મેચ જીતીને આ કમાલ કર્યો હતો. હાર બાદ ચેન્નાઈના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ખૂબ જ નિરાશ થઈ ગયા હતા અને મેચ સમાપ્ત થયા બાદ તે એકલા ડ્રેસિંગ રૂમમાં ગયા હતા. અહેવાલ છે કે વિરાટ કોહલી તેમને ત્યાં મળ્યા હતા અને બંનેએ મહત્વપૂર્ણ વાતચીત કરી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સિઝનની શરૂઆત પહેલા જ ઋતુરાજ ગાયકવાડને ટીમની કમાન સોંપી દીધી હતી. 14 લીગ મેચ રમ્યા બાદ ટીમ 7 જીતીને 14 પોઈન્ટ સુધી પહોંચવામાં સફળ રહી હતી. નેટ રન રેટના આધારે આરસીબીએ પ્લેઓફની લડાઈ જીતી હતી. કરો યા મરો મેચમાં બેંગ્લોરની ટીમે 219 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ચેન્નાઈની ટીમ માત્ર 191 રન જ બનાવી શકી હતી. મેચ પુરી થયા બાદ મહેન્દ્ર સિંહ ધોની મેદાનમાંથી સીધા ડ્રેસિંગ રૂમ તરફ ગયા હતા. તેણે વિરોધી ટીમના ખેલાડીઓ સાથે હાથ પણ મિલાવ્યો ન હતો. અહેવાલ છે કે મેચ જીત્યા બાદ વિરાટ કોહલી ડ્રેસિંગ રૂમમાં ગયા અને ધોનીને મળ્યા. આ દરમિયાન બંને વચ્ચે થયેલી વાતચીત પણ સામે આવી રહી છે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ધોનીએ વિરાટને પ્લેઓફમાં પહોંચવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, પ્લેઓફમાં પહોંચવા માટે શુભકામનાઓ, આગામી મેચો માટે શુભકામનાઓ, તમારે ફાઇનલમાં જવું પડશે અને તેમારે જીતવું પડશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૨૨૩૦૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleજેનિફર મિસ્ત્રીએ હવે તારક મહેતા…ના જેઠાલાલ વિશે કર્યો મોટો ખુલાસો