(જી.એન.એસ) તા.૨૧
કડી,
ગુજરાતમાં દારૂબંધી ના ધજાગરા ઉડાડતી વાત સામે આવી છે જેમાં કડી વિધાનસભા ક્ષેત્રમાં દારુ બંધીનો અમલ કડકાઈ પૂર્વક કરવા માટે ધરાસભ્ય દ્વારા આકરા શબ્દોમાં પોલીસને રજૂઆત કરવામાં આવી હતી. આ માટે દારુની ભઠ્ઠીઓ ચાલતી હોય અને દારુ વેચાતો બંધ કરવા માટે રજૂઆત કરી હોવાનું કહ્યુ છે. ધારાસભ્ય જાતે જ પોલીસ મથક દારુને મામલે પહોંચી જવાને લઈ દારુની રેલમછેલ વિસ્તારમાં વધી હોવાના સવાલો સર્જાયા છે.
રાજ્યમાં દારુ બંધી છે અને તેમ છતાં ક્યાંકને ક્યાંક દારુ વેચાણ થતો ઝડપાઈ રહ્યો છે. તો ક્યાંક ખુલ્લે આમ દારુ વેચાતો હોવાની ફરીયાદો ઉઠતી હોય છે. આવી જ રીતે ભાજપના જ ધારાસભ્યએ હવે પોલીસ સ્ટેશન પહોંચીને દારુ બંધ કરાવવા માટે થઈને રજૂઆત કરી છે. મહેસાણા જિલ્લાના કડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કરશન સોલંકીએ નંદાસણ પોલીસ સ્ટેશન પહોંચીને દારુ બંધી માટે થઈને રજૂઆત કરી છે.
ધારાસભ્ય કરશન સોલંકીએ ક્યુ હતું કે, આ મામલે મુખ્યપ્રધાન અને એસપીને પણ રજૂઆતો કરી છે. દારુના દૂષણને બંધ કરાવવા માટેનો તેમનો પ્રયાસ છે. કડી વિધાનસભા ક્ષેત્રમાં દારુ બંધીનો અમલ કડકાઈ પૂર્વક કરવા માટે તેઓએ આકરા શબ્દોમાં પોલીસને રજૂઆત કરી હતી. આ માટે દારુની ભઠ્ઠીઓ ચાલતી હોય અને દારુ વેચાતો બંધ કરવા માટે રજૂઆત કરી હોવાનું કહ્યુ છે. ધારાસભ્ય જાતે જ પોલીસ મથક દારુને મામલે પહોંચી જવાને લઈ દારુની રેલમછેલ વિસ્તારમાં વધી હોવાના સવાલો સર્જાયા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.