Home અન્ય રાજ્ય ભાવનગરમાં બોરતળાવનું મેગા ડિમોલિશન કામગીરી કરવામાં આવી

ભાવનગરમાં બોરતળાવનું મેગા ડિમોલિશન કામગીરી કરવામાં આવી

14
0

હાઈકોર્ટના ચુકાદા બાદ ચુસ્ત સુરક્ષા વચ્ચે દબાણ હટાવની કામગીરી હાથ ધરાઈ

(જી.એન.એસ) તા. 21

ભાવનગર,

ચાહે કોઈપણ દ્વારા ગેરકાયદે બાંધકામ થયુ હશે તો તેને દૂર કરવામાં આવશે તેને અનુસરીને ભાવનગરમાં બોરતળાવનું મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી. હાઈકોર્ટના ચુકાદા બાદ ચુસ્ત સુરક્ષા વચ્ચે દબાણ હટાવની કામગીરી કરવામાં આવી હતી. અગાઉ અનેકવાર સ્થાનિકોને નોટીસ પણ પાઠવવામાં આવી હતી. બાદમાં મામલો કોર્ટમાં ગયો હતો પરંતુ મનપાની જીત થતા દબાણો દૂર કરાયા હતા. જો સ્થાનિકોએ પહેલા જ સહયોગ આપ્યો હોત તો આટલા વર્ષો સુધી મેટર ખેંચાઈ ના હોત. લાંબા સમય બાદ હવે દબાણો દૂર થયા છે જ્યારે લોકોને અવરજવર માટે મોટો રસ્તો ખુલ્લો મુકવામાં આવશે.

બોરતળાવ વિસ્તારમાં ખાસ કરીને ધોબી સોસાયટીથી બેંક કોલોની જતા રસ્તા પર મેગા ડિમોલિશન હાથ ધરાયુ હતુ. આ ડિમોલિશનમાં કુલ 85 જેટલા એકમોને જમીનદોસ્ત કરાયા જેમાં 4 મંદિર અને 1 મસ્જિદનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષોથી દબાણ કરાયા હતા. જે મુદે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરાઈ હતી. લાંબા સમય બાદ મનપાની તરફેણમાં ચુકાદો આવતા દબાણો હટાવાયા હતા.

દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન એ પણ ધ્યાન રખાયુ હતુ કે કોઈ અનચ્છિનિય બનાવ ન બને, જ્યારે ધાર્મિક સ્થળો પણ દબાણ અંતર્ગત આવતા હતા અને એટલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડિમોલિશન દરમિયાન જો પોલીસના અધિકારીઓથી કર્મચારીઓની વાત કરવામાં આવે તો PI, PSI, મહિલા પોલીસકર્મીઓ સહિત FIR વિભાગની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. સૌથી મહત્વની વાત એ છે કે દબાણોમાં જે 85 એકમો સામેલ છે તેમાં જ્યારે ચાર મંદિર અને 1 મસ્જિદ હતા ત્યાં મંદિરને તોડવામાં હિન્દુ અને મસ્ઝિદ તોડવામાં મુ્સ્લિમ લોકો જોડાયા હતા અને તંત્રને પુરેપુરો સહયોગ આપવામાં આવ્યો હતો

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરણતીડના નિયંત્રણ માટે ખેતીના પાક પર અથવા ઘાસિયામાં તીડના ટોળા બેસે ત્યાં મેલાથીઓન- ક્વિનાલફોસ ભૂકીનો છંટકાવ કરવો- આણંદ કૃષિ યુનિવર્સિટી
Next articleગુજરાત સરકાર દ્વારા એર એમ્બ્યુલન્સ સેવા સુનિશ્ચિત મરામત બાદ ફરી શરૂ