સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતાં
(જી.એન.એસ) તા.૨૧
સુરત,
લગભગ છેલ્લા 12 વર્ષથી ફરાર, વોન્ટેડ આરોપી સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને છત્તીસગઢથી ઝડપી પાડવમ સફળતા મળી હતી, પકડાયેલ આરોપી 11 ટ્રકના ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો અને બિન્દાસ બહાર ફરી પોલીસને પડકાર ફેંકતો હતો જેને સુરત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રો તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર આ વાહનચોરે વર્ષ 2013થી 2015માં 11 ટ્રકની ચોરી કરી હતી. આરોપી મોહમ્મદ એખલાલ ખાન પોલીસથી બચવા છત્તીસગઢ ભાગી ગયો હતો. દેશની સૌથી મોટી કોલસાની ખાણમાં ડ્રાઈવિંગના કામમાં તે લાગી ગયો હતો. સુરત પોલીસે ચોક્કસ બાતમીદારો મારફતે તેની ભાલ મેળવી કોલસાની ખાણ બહારથી મોહમ્મદ એખલાલ ખાનને ઝડપી પાડ્યો હતો. આરોપીને સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.