Home અન્ય રાજ્ય બસ ડ્રાઈવરે બસને હોટલ પર ઉભી રાખવાનું ભૂલી જતા નેશનલ હાઇવે પર...

બસ ડ્રાઈવરે બસને હોટલ પર ઉભી રાખવાનું ભૂલી જતા નેશનલ હાઇવે પર બસને 20 કિમી જેટલી રોંગ સાઇડ ચલાવી

24
0

(જી.એન.એસ) તા.૨૧

સાબરકાંઠા,

ગુજરાતમાં હાલ ઉનાળાના વેકેશનનો સમય ચાલી રહ્યો છે ત્યારે ટ્રેન અને બસમાં પ્રવાસીઓનો ઘસારો સ્વાભાવિક રીતે વધારે જોવા મળતો હોય છે તે દરમિયાન એસ.ટી બસના ડ્રાઈવરની એક મોટી લાપરવાહીનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં ગુજરાતની સલામત સવારી એસટી બસે 20થી 25 કિમી જેટલું રોંગ સાઇડમાં ચલાવ્યુ હતું. આ બસમાં 50 જેટલા લોકો સવાર હતા. વીડિયોમાં મુસાફરો કહેતા સંભળાય છે કે, અમે નિયત સમયે નહીં પહોંચીએ તો આગળ અમારી ટ્રેન છૂટી જશે. નોંધનીય છે કે, એસટી બસને સલાલ પાસે આગમન હોટેલ ઉપર ઉભી રાખવાની હતી પરંતુ ગફલતમાં ચાલક ભૂલી ગયો હતો. જેથી તેને પ્રાંતિજ પાસે પહોંચીને યાદ આવ્યું કે, હોટલ પર જવું પડશે અને ત્યાં બસ ઉભી રાખવી પડશે. તેથી બસના ચાલકે રોંગ સાઇડ પર જ 20 કિમી જેટલી બસ જવા દીધી હતી. જ્યારે હોટેલ પર બસ 20 મિનિટ સુધી ઉભી રહી ત્યારે જ હોટેલ બસના ચાલકને 200 રૂપિયાની ટિકીટ આપે છે. જે કન્ડક્ટરના કહેવા મુજબ તેમણે ઉપરના અધિકારીને જમા કરાવવાની હોય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટમાં દીકરીનું સગપણ તોડી નાંખતા મહિલાને પેટ્રોલથી સળગાવવણો પ્રયાસ
Next articleપોલીસે કાળઝાળ ગરમીમાં વિનામૂલ્યે શરુ કર્યું મેંગો શરબતનું વિતરણ