(જી.એન.એસ) તા.૨૦
ડાકોર,
ડાકોર જવા માટે આણંદ જંક્શન અને ડાકોર વચ્ચે 7 મેમુ ટ્રેનો દોડે છે. આણંદ જંક્શન અને ડાકોર વચ્ચેની પ્રથમ ટ્રેન આનંદ ગોધરા એસપીએલ 05.10 વાગ્યે ઉપડે છે અને ટ્રેન દરરોજ ચાલે છે. ગોધરા આણંદની આ મેમુ ટ્રેન 16 દિવસ સુધી બંધ રહેવાની છે. તેનું કારણ એ છે કે સિંગલ રેલવે ટ્રેક ને ડબલ લાઇન કરવા માટેની કામગીરી ચાલુ હોવાના કારણે. આ ટ્રેન 20 મે થી 4 જૂન સુધી મેમુ ટ્રેન બંધ કરવામાં આવી છે. ગોધરાથી આણંદને જોડતો વાયા ડાકોર સિંગર ટ્રેક ડબલ કરવામાં આવશે. રોજ આ ટ્રેનમાં અપડાઉન કરતા મુસાફરોને હાલાકી પડી શકે છે તેમજ ફરવા જતાં પ્રવાસીઓને આ ટ્રેનનો લાભ મળી શકશે નહીં. મેગા બ્લોકને કારણે આ રૂટ પરની અન્ય ગુડ્સ ટ્રેન પણ પ્રભાવિત થશે. 20 મેથી લેવાયેલા મેગા બ્લોકને કારણે ગોધરા-આણંદ મેમુ, આણંદ-ગોધરા મેમુ, ડાકોર-આણંદ અને આણંદ-ડાકોર વચ્ચે દોડતી મેમુ ટ્રેન આગામી 16 દિવસ સુધી બંધ રહેવાની છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.