ઉનાળાની ભયંકર ગરમીમાં રાહદારીઓ માટે લુ થી બચવા માટે
(જી.એન.એસ) તા. 19
અમદાવાદ,
અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં આવકાર હૉલ – અમૂલ કોર્નર પાસે કેસરીયા યૂથ ફેડરેશન દ્વારા ઉનાળાની ભયંકર ગરમીમાં રાહદારીઓ માટે લુ થી બચવા માટે નિઃ શુલ્ક છાસ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેસરીયા યુથ ફેડરેશન ના પ્રમુખ અને પૂર્વ એએમટીએસ સભ્ય, ડીઆરયુસીસી ના સભ્ય શાદુઁલ દેસાઈ (શાહ) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળાની ઋતુમાં આ નિઃ શુલ્ક છાસ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને તેની મુખ્ય વાત એ છે કે તેમના દ્વારા કોઈપણ વ્યક્તિ પાસેથી કોઈપણ જાતનું દાન સ્વીકારવામાં આવતું નથી. આ કેમ્પ સવારે 11 વાગ્યાથી બપોરના 4.30 વાગ્યા સુધી કરવામાં આવે છે જેમાં રાહદારીઓને જોઈએ તેટલી વાર નિઃ સંકોચ છાસ આપવામાં આવે છે અને ત્યાં સ્થળ પર કોઈ પ્રકારની ગંદકી ના થાય તે માટે પણ કચરા પેટીની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે. આ નિઃ શુલ્ક છાસ વિતરણ કેમ્પમાં સાવરકુંડલાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, ઈસનપુર ના કાઉન્સિલર શંકરભાઈ ચોધરી, ઈસનપુર વોર્ડ ભાજપ પ્રમુખ રામકિશનભાઈ યાદવ ઉપસ્થિત રહ્યા હતા અને કેસરીયા યૂથ ફેડરેશન ની ટીમનો આ સત્કાર્યમાં ઉત્સાહ વધાર્યો હતો.
આ નિઃ શુલ્ક છાસ વિતરણ કેમ્પમાં કેસરીયા યૂથ ફેડરેશનના સભ્યો શરદ પટેલ, રાકેશ મહેતા, નિશ્ચલ પટેલ, હાર્દિક સુખડીયા, જય દેસાઇ, ધ્રુમિત ઠક્કર, દીપેશ સથવારા, પરેશ પટેલ, તિલક શાહ હાજર રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.