હાય રે ગરમી !!!
(જી.એન.એસ) તા. 19
અમદાવાદ,
ગુજરાતમાં ભારે ગરમીના કારણે 108 ઈમરજન્સી સેવાને મળતા કોલમાં લૂ સંબંધિત ફરિયાદોમાં વધારો થયો છે. છેલ્લા સાત દિવસમાં રાજ્યમાં ગરમીને કરણે તબિયત બગડવાના કુલ 693 જેટલા કેસ નોંધાયા.
સમગ્ર ગુજરાતમા હિટવેવ કહેર વરસાવી રહી છે.તેવામાં ગરમીને કારણે તબિયત બગડવાથી લઇ ઇમરજન્સી કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.ગુજરાતમાં ભારે ગરમીના કારણે 108 ઈમરજન્સી સેવાને મળતા કોલમાં લૂ સંબંધિત ફરિયાદોમાં વધારો થયો છે. છેલ્લા સાત દિવસમાં રાજ્યમાં ગરમીને કરણે તબિયત બગડવાના કુલ 693 જેટલા કેસ નોંધાયા. જેમાં ચક્કર આવવા, શરીરમાં પાણીની કમીને કારણે પડી જવું, લૂ લાગવી જેવા કેસોનો સમાવેશ થાય છે..છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદમાં ગરમી સંબંધિત 112 કેસ 108 ઇમરજન્સી સર્વિસને મળ્યા હતા..તો શનિવારે એટલેકે 18મી મેના હિટવેવને કારણે સપ્તાહના સૌથી વધારે 97 કોલ 108 એમ્બ્યુલન્સ સેવાને મળ્યા છે.
હવામાન વિભાગે કાળજાળ ગરમીને લઈને આગાહી કરી છે. હવામન વિભાગે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ માટે અનેક વિસ્તારોમાં ગરમીનું એલર્ટ અપાયું છે. રાજ્યભરમાં બપોરે બહાર નીકળ્યા તો શેકાવાનું નક્કી છે. દિવસે બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ હવમાન વિભાગે આપી છે.
રાજ્યના સાત શહેરોમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. જેમાં કચ્છ, જૂનાગઢ, ભાવનગર, બનાસકાંઠામાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર,અમદાવાદમાં પાંચ દિવસનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો કચ્છ,રાજકોટ,પોરબંદર,ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સુરેન્દ્રનગર,અમરેલીમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. તાપમાનનો પારો એકથી બે ડિગ્રી વધી શકે છે. અમદાવાદ,ગાંધીનગરમાં પાંચ દિવસ 45 ડિગ્રી સુધી તાપમાન રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.