Home ગુજરાત ભાજપે 156 બેઠકોનો પાવર હવે લોકોને બતાવવાનો શરૂ કર્યો છે. આ પાવર...

ભાજપે 156 બેઠકોનો પાવર હવે લોકોને બતાવવાનો શરૂ કર્યો છે. આ પાવર બતાવતા સ્માર્ટ મીટરના નામે રીતસરની ઉઘાડે છોગ લૂંટ ચલાવી છે: કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ

34
0

(જી.એન.એસ) તા. 19

અમદાવાદ/રાજકોટ,

કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આક્રોશ ઠાલવતાં કહ્યું હતું કે, હવે ભાજપે 156 બેઠકોનો પાવર હવે લોકોને બતાવવાનો શરૂ કર્યો છે. આ પાવર બતાવતા સ્માર્ટ મીટરના નામે રીતસરની ઉઘાડે છોગ લૂંટ ચલાવી છે. સરકાર અદાણી પાસેથી મોંઘી વીજળી ખરીદી લોકોને રીતસરનું લૂંટે છે. હવે તે સ્માર્ટ મીટરોના નામે લોકોને લૂંટી રહ્યું છે. આટલી ગરમીમાં લોકોને રાહત આપવાની બાજુએ રહી પરંતુ રીતસર લોકોને લૂંટવાનો કારસો રચ્યો છે. હવે સ્માર્ટ મીટરના નામે સરકાર લોકોને લૂંટીને કયા લોકોના ઘર ભરવા માંગે છે. આ લોકોને 156 બેઠકો શું મળી જાણે પ્રજાને લૂંટવાનો પરવાનો મળી ગયો હોય તેમ વર્તે છે. કોઈનો અવાજ સાંભળતા નથી. 45 ડિગ્રી તાપમાનમાં પણ લોકો સુરત, વડોદરા, ભરૂચ, વલસાડ વગેરેમાં રસ્તા પર ઉતરીને તંત્ર સામે નારાબાજી કરી રહ્યા છે તે બતાવે છે કે 45 ડિગ્રી તાપમાન કરતાં પણ ઊંચો પારો લોકોનો છે. હિંદુઓ અને હિંદુત્વના નામે રીતસરની લૂંટ આરંભાઈ છે. લોકો આ લૂંટ ચલાવી નહીં લે.

વીજ ચોરી થતી હોય તો તેને ડામવા કે અંકુશમાં પગલાં લેવાના બદલે સરકાર રીતસરનો લોકોને લૂંટવાનો કારસો કર્યો છે. તંત્ર લોકોને લૂંટવામાં પીંઢારાઓને પણ સારા કહેવડાવી રહ્યું છે. લોકો જ ફરિયાદ કરી રહ્યા છે કે બે મહિનાના બેથી અઢી હજારના બદલે દસ દિવસનું ત્રણ હજાર રૂપિયાનું બિલ આવી રહ્યું છે. પહેલા સ્માર્ટ સિટીના નામે લૂંટ ચલાવી, શિક્ષણનું ખાનગીકરણ કરીને લૂંટ ચલાવી અને હવે સ્માર્ટ મીટરના નામે લૂંટ ચલાવી રહી છે.

ભાજપ પર આક્ષેપ કરતાં કોંગ્રેસ નેતા એ કહ્યું હતું કે, સ્માર્ટ મીટર માટે રીતસરનો લોકો પર જોરજુલમ કરવામાં આવી રહ્યો છે. દરેક ગ્રાહકને વિકલ્પ આપવો જોઈએ. તેની મંજૂરી વગર આ રીતે વીજ કંપનીઓ વીજ મીટર લગાવી જાય તે તો રીતસરની દાદાગીરી છે. ભાજપ આ રીતે 156 બેઠકોનું પાવર હવે લોકોને બતાવી રહ્યુ છે, પરંતુ લોકો પણ તેનો જવાબ તેની રીતે આપી રહ્યા છે. કર્ણાટકમાં અને હિમાચલમાં તો ભાજપની સરકાર ભોંયભેગી થઈ ગઈ છે અને હવે આગામી ચૂંટણીમાં આ જનાક્રોશ ભાજપની વર્તમાન સરકારની પણ આ જ દુર્દશા કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજમ્મુ-કાશ્મીરના અનંતનાગ અને શોપિયાંમાં આતંકી હુમલો, ભાજપના એક નેતાનું મોત, 2 લોકો ઘાયલ
Next articleએર ઈન્ડિયા એક્સપ્રેસનું એક વિમાન મોડી રાત્રે બેંગ્લોરમાં ઉતર્યું હતું જ્યારે તેના એન્જિનમાં આગ લાગવાની ઘટના