Home અન્ય રાજ્ય યુપીના પ્રયાગરાજમાં રાહુલ અને અખિલેશની સભામાં નાસભાગ મચી, કાર્યકરો બેરિકેડ તોડીને ઘૂસ્યા,...

યુપીના પ્રયાગરાજમાં રાહુલ અને અખિલેશની સભામાં નાસભાગ મચી, કાર્યકરો બેરિકેડ તોડીને ઘૂસ્યા, ઘણા ઘાયલ

31
0

(જી.એન.એસ) તા. 19

પ્રયાગરાજ,

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની લોકસભા ચૂંટણી માટેની જાહેરસભામાં હંગામો થયો હતો. જાહેરસભામાં નાસભાગ મચી ગઈ હતી કાર્યકર્તાઓ બેરિકેડ તોડી અંદર પ્રવેશ્યા હતા. ઘણા લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે.

પ્રયાગરાજ જિલ્લામાં બે સંસદીય મતવિસ્તાર છે, ફૂલપુર અને અલ્હાબાદ. રવિવારે બંને સંસદીય ક્ષેત્રોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવની સંયુક્ત ચૂંટણી પ્રચાર અર્થે જાહેરસભા હતી. મળતી માહિતી મુજબ લોકસભા ચુંટણીના પ્રચાર અર્થે આયોજિત ઈન્ડિયા એલાયન્સની રેલીમાં સપા અને કોંગ્રેસના કાર્યકરોની ખૂબ મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને વિધાનસભા અધ્યક્ષ અખિલેશ યાદવને જોવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા અને તેમાં અમુક કાર્યકરો બેરિકેડ તોડી અંદર ઘૂસ્યા હતા. સાથે થોડા કાર્યકરો સ્ટેજ પર પણ ચઢી ગયા હતા. આ પછી રાહુલ ગાંધી અને અખિલેશ ગુસ્સે થઈ ગયા. કાર્યકર્તાઓની આ કાર્યવાહીથી નારાજ બંને નેતાઓ કંઈ બોલ્યા વગર ચાલ્યા ગયા હતા. બંને નેતાઓ મંચ છોડી ગયા. બંને નેતાઓ અહીંથી હેલિકોપ્ટરમાં રવાના થયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએર ઈન્ડિયા એક્સપ્રેસનું એક વિમાન મોડી રાત્રે બેંગ્લોરમાં ઉતર્યું હતું જ્યારે તેના એન્જિનમાં આગ લાગવાની ઘટના
Next articleબંગાળની ખાડી પર એક ગંભીર ચક્રવાતની આગાહી; ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત અને તેની આસપાસના રાજ્યો પર અસર પડવાની સંભાવના