Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ યુપીના ગાઝિયાબાદમાં બે સગા ભાઈઓ દ્વારા સગીર બહેન પર દુષ્કર્મની શર્મનાક ઘટના

યુપીના ગાઝિયાબાદમાં બે સગા ભાઈઓ દ્વારા સગીર બહેન પર દુષ્કર્મની શર્મનાક ઘટના

45
0

(જી.એન.એસ) તા. 19

ગાઝિયાબાદ,

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક ખુબજ શર્મનાક અને આઘાતજનક ઘટના બની હતી જેમાં, બે સગા ભાઈઓ દ્વારા સગીર બહેન પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને જ્યારે સગીરાના પેટમાં દુખાવાની ફરિયાદ લઈને ડોક્ટર પાસે ગઈ ત્યારે તેને ખબર પડી કે તે ગર્ભવતી છે. માતાની ફરિયાદના આધારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, ટીલા મોડ પોલીસ સ્ટેશન ના અધિકારીઓ દ્વારા બન્ને આરોપી ભાઈઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.

ગાઝિયાબાદની એક કોલોનીમાં રહેતી 14 વર્ષની સગીર બાળકી આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. તેના પિતાના અવસાનને કારણે તેની માતા અને બે મોટા ભાઈઓ પણ મજૂરી કામ કરે છે. એસીપી શાલીમાર ગાર્ડન સિદ્ધાર્થ ગૌતમે જણાવ્યું હતું કે શનિવારે જ્યારે બાળકીના પેટમાં દુખાવો થયો ત્યારે તેની માતા તેને દિલ્હીની હોસ્પિટલમાં લઈ ગઈ. અહીં અલ્ટ્રાસાઉન્ડથી ખબર પડી કે બાળકી ગર્ભવતી છે.  બાળકી સગીર હોવાથી હોસ્પિટલમાંથી જ પોલીસને આ અંગેની જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પીડિતાની માતાએ તેના બે પુત્રો વિરુદ્ધ ટીલા મોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ જણાવ્યું કે બંને ભાઈઓ લગભગ 6 મહિનાથી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવતું હતું. માતા બહાર હોય ત્યારે બંને આ ખરાબ કામ કરતા હતા અને જો બાળકી પોતાની માતાને આ અંગે જણાવશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા.

આ ઘટના બાબતે એસીપી એ, કહ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બંને પુખ્ત વયના છે. આ અંગે બાળ કલ્યાણ સમિતિને પણ જાણ કરવામાં આવી છે. અમે પીડિતાના નિવેદનના આધારે તપાસ કરીને આગળની કાર્યવાહી કરીશું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબંગાળની ખાડી પર એક ગંભીર ચક્રવાતની આગાહી; ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત અને તેની આસપાસના રાજ્યો પર અસર પડવાની સંભાવના
Next articleઅમને જનતાનું સમર્થન મળી રહ્યું છે, ઇન્ડી ગઠબંધન લોકસભા ચુંટણીમાં 300થી વધુ બેઠકો જીતશે: તેજસ્વી યાદવ