Home ગુજરાત કચ્છ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે 2024: ભુજમાં યોજાઈ હેરિટેજ વોક

ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે 2024: ભુજમાં યોજાઈ હેરિટેજ વોક

29
0

(જી.એન.એસ) તા.૧૮

ભુજ,

આ વર્ષે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની થીમ શિક્ષણ અને સંશોધન માટે સંગ્રહાલય રાખવામાં આવી છે ત્યારે કચ્છના ગાઈડ દ્વારા ભુજની આસપાસના હેરિટેજ સ્થળોમાં ઓલફ્રેડ હાઈસ્કૂલ, હમીરસર તળાવ, મહાદેવ ગેટ, જૂની ટંકશાળ, નવી ટંકશાળ, મોહમ્મદ પન્ના મસ્જિદ, રામકુંડ, રજેન્દ્રબાગ, છતરડી જેવા સ્થળોની મુલાકાત કરાવીને તેના ઈતિહાસ વિષે માહિતી આપવામાં આવી હતી.

ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ દ્વારા સમાજના વિકાસમાં સંગ્રહાલયોની ભૂમિકા અંગે જાગૃતતા કેળવવા માટે વર્ષ 1977 માં ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે આઈસીઓએમએ 123 દેશો અને પ્રદેશોના મ્યુઝિયમ પ્રોફેશનલથી બનેલો આંતરરાષ્ટ્રીય એનજીઓ છે. જેનો એકમાત્ર ઉદ્દેશ લોકોમાં જાગૃતિ કેળવવાના છે કે સંગ્રહાલયો સાંસ્કૃતિક વારસાના આદાન-પ્રદાન માટે એક મહત્વનું માધ્યમ છે. ત્યારે કચ્છમાં ઈન્ટરનેશલ મ્યુઝિયમ ડેની ઉજવણી નિમિત્તે આજે શહેરના અનુભવી ગાઈડ દ્વારા ઐતિહાસિક સ્થળોનો પરિચય કરાવતી હેરિટજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું.

કચ્છના મુખ્ય મથક ભુજમાં આવેલા પ્રાચીન કચ્છ મ્યુઝીયમની સાથે જોડાઈને કચ્છના અનુભવી ગાઈડ સે હેરિટેજ વોકનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરીજનોએ ભાગ લીધો હતો. કચ્છ સંગ્રહાલયના ક્યુરેટર બુલબુલબેન હિંગ્લાજીઆ દ્વારા સૌ પ્રથમ ભુજમાં આવેલા કચ્છ મ્યુઝિયમાંથી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને મ્યુઝિયમ ડે વિશે માહિતી આપીને  હેરિટેજ વોકને લીલી ઝંડી બતાવી હતી. ત્યારબાદ કચ્છના અનુભવી ગાઈડ એવા રાજેશભાઈ માકડ અને દિનેશભાઈ મચ્છર દ્વારા હેરિટેજ વોકમાં શહેરીજનોને ભુજની  આસપાસના ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરાવીને તેના વિશેની જાણકારી આપવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહવામાન વિભાગ દ્વારા વધુ એક વાર તાપમાન વધાવાને લઈને મોટી આગાહી
Next articleભારત સરકારે રોજગાર માટે કંબોડિયાની મુલાકાત લેવા ઇચ્છતા દેશના નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી