Home ગુજરાત રાજકોટની નિહિત બેબી કેર હોસ્પિટલ આયુષ્માન યોજનામાંથી રદ

રાજકોટની નિહિત બેબી કેર હોસ્પિટલ આયુષ્માન યોજનામાંથી રદ

21
0

બાળકોના ખોટા રિપોર્ટ બનાવી આયુષમાન યોજના હેઠળ સરકાર પાસેથી પૈસા પડાવવા બાબતે

(જી.એન.એસ) તા. 18

રાજકોટ,

નાના માસૂમ બાળકોના ખોટા રિપોર્ટ બનાવી આયુષમાન યોજના હેઠળ સરકાર પાસેથી પૈસા પડાવવા બાબતે રાજકોટની નિહિત બેબી કેર હોસ્પિટલ સામે સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે. સરકારે આ હોસ્પિટલને આયુષમાન યોજનાની સુવિધા આપતી હોસ્પિટલ્સના લિસ્ટમાંથી રદ કરી દીધી છે. નિહિત બેબી કેર હોસ્પિટલના તબીબ ડો. હિરેન મશરુએ બાળકોના ખોટા રિપોર્ટ બનાવી સરકાર પાસેથી 2 કરોડથી વધુની રકમ અયોગ્ય રીતે હાંસલ કરી હતી. તેણે સ્વસ્થ બાળકોને બિમાર બતાવ્યા હતા. આ માટે તેણે લેબ સાથે પણ સાંઠગાંઠ કરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં યોગ્ય તપાસ કરવામાં આવતા આ સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો હતો.

રાજકોટના લક્ષ્મીનગરમાં આવેલ નિહિત બેબિકેર હોસ્પિટલનાં કારસ્તાનનો ભાંડાફોડ થયો હતો. ડોક્ટર હિરેન મશરુ દ્વારા ખોટા રિપોર્ટ આયુષ્યમાન પોર્ટલ પર અપલોડ કરી છેતરપિંડી આચરવામાં આવી હતી. નાના બાળકોનાં નોર્મલ રિપોર્ટ બદલી નાંખવામાં આવતા હતા. બાળકોનાં રિપોર્ટ સેમ્પલ મંગલમ લેબોરેટરીમાં મોકલાતા હતા. મંગલમ લેબોરેટરીમાં રિપોર્ટ સાથે છેડછાડ કરવામાં આવતી હતી. બાળકો સ્વસ્થ હોવા છતાં બિમાર હોવાનાં રિપોર્ટ બનાવી દાખલ રાખવામાં આવતા હતા. બાળકોનાં ખોટા દસ્તાવેજો આયુષ્યમાન પોર્ટલ પર મુકી કરોડોનું કૌભાંડ આચરાયું હતું. હોસ્પિટલનાં તબીબ ર્ડા. હિરેન મશરૂએ 8 મહિનામાં રૂા. 2.35 કરોડનું કૌભાંડ આચર્યું હતું. તેમજ 523 દર્દીઓના ખોટા રિપોર્ટ બનાવી કરોડોનું કૌભાંડ આચર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleત્રણ મહિલાઓ દુકાનમાં આવી માલિકની નજર ચૂકવી સાડીઓની ચોરી કરી ફરાર થઈ ગઈ
Next articleરાષ્ટ્રીય બાળ આયોગના આદેશ બાદ રાજ્યની તમામ મદરેસામાં સર્વેની કામગીરી શરૂ