Home મધ્ય ગુજરાત અમદાવાદ એએમસી દ્વારા સીએસઆરના ભંડોળમાંથી 100 આંગણવાડીઓને સ્માર્ટ બનાવાશે

એએમસી દ્વારા સીએસઆરના ભંડોળમાંથી 100 આંગણવાડીઓને સ્માર્ટ બનાવાશે

31
0

(જી.એન.એસ) તા. 16

અમદાવાદ,

ગુજરાતમાં સરકારે સ્માર્ટ ક્લાસરૂમ શરૂ કર્યા છે તે રીતે હવે અમદાવાદની 100 આંગણવાડીઓને પણ સ્માર્ટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ સીએસઆરના ભંડોળમાંથી આ આંગણવાડીઓને સ્માર્ટ બનાવશે.

યુવા અનસ્ટોપેબલ એનજીઓ દ્વારા આ ખર્ચ વિવિધ કંપનીઓના સીએસઆર ફંડમાંથી કરવામાં આવશે. આમ આ આંગણવાડીઓને સ્માર્ટ બનાવવા માટે એએમસીએ રૂપિયો પણ ખર્ચવો નહીં પડે. એએમસી દ્વારા અત્યાર સુધીમાં કેટલીક આંગણવાડીઓને સ્માર્ટ બનાવવાની યોજના પૂરી કરવામાં આવી છે. આ ઉપરાંત બીજી વીસેક આંગણવાડીને સ્માર્ટ બનાવવાની યોજના ચાલી રહી છે.

એએમસી  2025ના અંત સુધીમાં લગભગ 75 જેટલી આંગણવાડીઓને સ્માર્ટ બનાવવાની કામગીરી પૂરી કરશે. આ આંગણવાડીઓને રમકડાં, પેઇન્ટિંગ, સ્માર્ટ ટીવી સહિતની બાબતોથી સજ્જ કરવામાં આવશે. અત્યાર સુધીમાં જે આંગણવાડી તૈયાર થઈ તેમાં બોડકદેવ ગ્રામ પંચાયતના મકાનમાં ચાલતી આંગણવાડી, ગોપાલનગર ખાતેની આંગણવાડી, રામકૃષ્ણનગર ખાતેની આંગણવાડી, ઘાટલોડિયા કુમુદનગર ખાતેની આંગણવાડી, સોલા હરિજનવાસ ખાતે ચાલતી આંગણવાડી, બોડકદેવ લેડી તળાવની પાસે ચાલતી આંગણવાડીનો સમાવેશ થાય છે.

આ આંગણવાડીમાં બેઝિક સેનિટેશનનું રિનોવેશન, આરઓ ફિલ્ટર સાથે પાણીની વ્યવસ્થા, એજ્યુકેશનલ પેઇન્ટિંગ, પ્લે ગ્રાઉન્ડ એરીયા, ધાબા પર જરૂરી વોટર પ્રૂફિંગ, પીવીસી-વૂડન ફ્લોરિંગ, ઇલેકટ્રિક ફિટિંગ, સ્માર્ટ ટીવી વિથ કન્ટેઇન 43 અને રમકડાંથી સ્માર્ટ આંગણવાડી સજ્જ કરવામાં આવશે. આ 100 પૈકી મોટા ભાગની આંગણવાડીઓ સ્લમ વિસ્તારમાં આવેલી છે. તેમા માળખાકીય સગવડો પૂરી પડાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુપ્રીમ કોર્ટે 17 વિદેશી નાગરિકોને દેશનિકાલ કરવાનો આદેશ આપ્યો
Next articleપાકિસ્તાનના સંસદ સભ્ય મુસ્તફા કમાલે, નેશનલ એસેમ્બલીમાં પાકિસ્તાનની શિક્ષણ પ્રણાલીની આકરી ટિકા કરીને ભારતના વખાણ કર્યા