(જી.એન.એસ) તા. 15
પાકિસ્તાન ક્રિકેટ ટીમ દ્વારા આયર્લેન્ડ ક્રિકેટ ટીમ સામે કરો યા મરો મેચ જીતીને પોતાની પ્રતિષ્ઠા બચાવી લીધી છે. આયર્લેન્ડ સામે ટી-20 સીરીઝમાં હાર સાથે શરૂઆત કરનાર પાકિસ્તાની ટીમે ત્રીજી મેચ જીતી લીધી છે. આ જીત સાથે પાકિસ્તાને ટી-20 શ્રેણી 2-1થી જીતી લીધી છે. આયર્લેન્ડે શ્રેણીની પ્રથમ મેચ જીતી હતી. જેના કારણે પાકિસ્તાન પર શ્રેણી ગુમાવવાનો ખતરો હતો.
આયર્લેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં પાકિસ્તાનની જીતમાં શાહીન શાહ આફ્રિદીએ મોટી ભૂમિકા ભજવી હતી. આફ્રિદીએ આ મેચમાં શાનદાર બોલિંગ કરી અને 3 વિકેટ ઝડપી. તેણે પોતાની 4 ઓવરના સ્પેલમાં માત્ર 14 રન જ આપ્યા હતા. આફ્રિદી (2/43)એ પણ સારી બોલિંગ કરી હતી.
શાહીન અને અબ્બાસ આફ્રિદીના આ પ્રદર્શનને કારણે પાકિસ્તાને આયર્લેન્ડને 7 વિકેટે 178 રન પર રોકી દીધું હતું. આયર્લેન્ડ તરફથી કેપ્ટન લોર્કન ટકરે સૌથી વધુ 73 રન બનાવ્યા હતા. એન્ડી બાલ્બિર્નીએ 35 રનની ઇનિંગ રમી હતી અને હેરી ટેક્ટરે 30 રનની ઇનિંગ રમી હતી. આ ત્રણ સિવાય એક પણ બેટ્સમેન યજમાન ટીમ માટે 10થી વધુ રન બનાવી શક્યો નહોતો.
પાકિસ્તાનના બોલરો બાદ બેટ્સમેનોએ પણ જોરદાર પ્રદર્શન કર્યું અને પોતાની ટીમને માત્ર 17 ઓવરમાં 6 વિકેટે જીત અપાવી. ખાસ કરીને કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન શાનદાર રમ્યા હતા. બાબર આઝમે 42 બોલમાં 75 રન જ્યારે રિઝવાને 38 બોલમાં 56 રન બનાવ્યા હતા. બંનેએ પાકિસ્તાન માટે 139 રનની ભાગીદારી કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.