(જી.એન.એસ) તા. 15
અમદાવાદ,
અમદાવાદ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં, શહેરના નરોડા વિસ્તારમાં હોમગાર્ડ જવાને મદદના બહાને યુવતિ પર દુષ્કર્મ આચર્યુ હતું. ત્રણ દિવસ પહેલા ગુજરાત ફરવા માટે આવેલ યુવતિએ ચિલોડા વિસ્તારમાં બસમાં બેસવા જવા મદદ માંગી હતી પરંતુ બસ ચૂકી જતા યુવતિ હોટલમાં રોકાઈ હતી. અક્ષય રાઠોડ નામના હોમગાર્ડ જવાને હોટલમાં જઈ દુષ્કર્મ આચર્યું હતું, આ ઘટના બાબતે નરોડા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી હોમગાર્ડ જવાનની ધરપકડ કરી હતી.
ગત 11 તારીખે રાજસ્થાનની યુવતિ અમદાવાદમાં ફરવા આવી હતી. દરમિયાન, નાના ચિલોડા ખાતે બસમાં બેસાડવા માટે યુવતિએ હોમગાર્ડ જવાન પાસે મદદ માગી હતી. જો કે, બસ ચૂકી જતાં યુવતિ હોટલમાં રોકાઈ હતી. યુવતિને મદદના નામે હોમગાર્ડ જવાન અક્ષય રાઠોડ પણ હોટેલમાં રોકાયો હતો. દરમિયાન, હોમગાર્ડ અક્ષય રાઠોડે યુવતિની એકલતાનો લાભ લઈ તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે હોમગાર્ડ જવાન વિરુદ્ધ દુષ્કર્મ સહિતનો ગુનો નોંધી તપાસ આદરી હતી. નરોડા પોલીસે હવે હોમગાર્ડ અક્ષય રાઠોડની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
#Gujarat #Rapecase #ahmedabadpolice #Arrest
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.