Home અન્ય રાજ્ય આંધ્રપ્રદેશમાં બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર; 6 લોકોના ઘટનાસ્થળે કરુણ મોત

આંધ્રપ્રદેશમાં બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર; 6 લોકોના ઘટનાસ્થળે કરુણ મોત

39
0

(જી.એન.એસ) તા. 15

વિજયવાડા,

આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લામાં હૈદરાબાદ-વિજયવાડા હાઇવે પર વહેલી સવારે એક દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. આ માર્ગ અકસ્માતમાં અત્યાર સુધી છ લોકોના ઘટનાસ્થળેજ કરુણ મોત થયા હતા. વિગતો મુજબ બાપટલાથી તેલંગાણાની રાજધાની હૈદરાબાદ જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી જેના કારણે છ લોકો જીવતા દાઝી ગયા હતા. આ માર્ગ અકસ્માતમાં 32 લોકો ઘાયલ થયા છે જેમની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દર્દનાક માર્ગ અકસ્માતમાંમાર્યા ગયેલા લોકો બાપટલા જિલ્લાના રહેવાસી છે. મૃતકોમાં 35 વર્ષીય બસ ડ્રાઈવર અંજી, 65 વર્ષીય ઉપપાગુંદુર કાશી, 55 વર્ષીય ઉપાગુંદુર લક્ષ્મી અને મુપ્પરાજુ ખ્યાતી સાસરી નામની 8 વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. બાકીના બે લોકો વિશે હજુ સુધી માહિતી બહાર આવી નથી. આ અકસ્માતમાં 32 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને ચિલાકાલુરીપેટ નગરની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ પછી તેને સારી સારવાર માટે ગુંટુર ખસેડવામાં આવ્યા હતા.

બાપટલાથી તેલંગાણાની રાજધાની હૈદરાબાદ જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાતા બંને વાહનોમાં આગ લાગી હતી. અથડામણને કારણે લાગેલી આગ એટલી ગંભીર હતી કે બસ અને ટ્રક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા. એવો દાવો કરવામાં આવ્યો છે કે લોકો બાપટલાથી મતદાન કરીને પરત ફરી રહ્યા હતા. હૈદરાબાદ-વિજયવાડા હાઈવે પર ચિલાકાલુરીપેટ મંડલ પાસે બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ તરત જ બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી. ઘાયલોએ જણાવ્યું કે, અકસ્માત સમયે બસમાં 42 લોકો મુસાફરી કરી રહ્યા હતા. હાઇવે પર થયેલા આ ભયાનક અકસ્માતમાં ટ્રક અને બસના ચાલકનું મોત થયું હતું. બસમાં મુસાફરી કરી રહેલા અન્ય ચાર લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચાર ધામ યાત્રા માટે ઉમટતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 15 અને 16 મેના રોજ ઓફલાઈન રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ 
Next articleઇન્કમ ટેક્સ વિભાગના ના ભંડારી ફાયનાન્સ અને આદિનાથ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક પર દરોડા, કરોડોની બિનહિસાબી સંપત્તિ મળી આવી