(જી.એન.એસ) તા. 15
તિરુવનંતપુરમ,
દેશના કેરળ રાજ્યમાં હેપેટાઈટિસ એ વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, અત્યાર સુધીમાં હેપેટાઈટિસ એ વાયરસના રાજ્યમાં 1977 કેસ નોંધાઈ ચૂકયા છે અને આ વાયરસથી કુલ 12 લોકોના મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત કેરળમાં વધુ 5536 જેટલા શંકાસ્પદ કેસ તરીકે સામે આવ્યા છે. પરંતુ તંત્ર દ્વારા આ મામલે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. સત્તાવાર રીતે હેપેટાઈટિસના એના 1977 કેસ નોંધાયા છે જ્યારે આ સિવાયના શંકાસ્પદ 5536 જેટલા કેસ હોસ્પિટલમાં નોંધાયા નથી પરંતુ આ વાયરસ સંદર્ભે સારવાર લઈ રહ્યા છે. આ વાયરસનો કહેર વધતા કેરળના આરોગ્ય મંત્રી દ્વારા સંબંધિત વિસ્તારોમાં એલર્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે.
રાજ્યના ત્રણ જિલ્લાઓમાંથી – ત્રિશૂર, મલપ્પુરમ અને કોઝિકોડ. સોમવારે એક વ્યક્તિનું વાયરલ રોગથી મૃત્યુ થયું હતું અને તાજેતરના દિવસોમાં અન્ય છ કેસ નોંધાયા છે. આ જિલ્લામાં વાયરસના વધુ કેસ નોંધાતા રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે હવે આ પ્રદેશોને જાગ્રત રહેવા કહ્યું છે. આ સાથે આ પ્રદેશમાં આદેશ આપ્યો છે કે વાયરસથી બચવા મચ્છર નિયંત્રણ માટે પગલાં લેવામાં આવે, એમ તેમના કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે. વાયરસથી બચવા જાહેર જળાશયોમાં કલોરીન નાખવામાં આવી રહ્યું છે તેમજ ઘરની બહાર રેસ્ટોરન્ટમાં જાઓ ત્યારે ઉકાળેલું પાણી પીવાની સલાહ આપી છે. આ સાથે મંત્રીએ કહ્યું કે વાયરસ વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, પરંતુ વાયરસના લક્ષણો દેખાતા લોકોને તાત્કાલિક સારવાર લેવા વિનંતી કરી હતી.
આ બાબતે મળતી માહિતી મુજબ કેરળમાં વાયરસના સૌથી વધુ કેસ એર્નાકુલમ જિલ્લાના વેંગુરમાં જોવા મળ્યા. ગત મહિનામાં 17 એપ્રિલ બાદ ત્યાં સૌથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું. સંક્રમિત લોકોમાંથી 41ની હાલત વધુ ગંભીર છે તો કેટલાકને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્ય મંત્રાલય દ્વારા વાયરસને રોકવા નાગરિકોને સ્વાસ્થ્ય મામલે જાગૃત રહેવા તેમજ જાહેર સ્થાનો પર સ્વચ્છતા મામલે તમામ સઘન પ્રયાસો હાથ ધરાયા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.