(જી.એન.એસ) તા. 14
તિરુવનંતપુરમ,
કમોસમી વરસાદે ગરમીમાં થોડી રાહત આપી છે. આજે પણ ગુજરાતના અમુક જીલ્લામાં વરસાદની આગાહી છે. વાતાવરણમાં અચાનક પલ્ટો જોઈને લોકોને ગરમીમાંથી ઘણી રાહત થઈ છે. આ પ્રી મોન્સુન એકીટીવીટી વચ્ચે સારા સમાચાર એ આવ્યા છે કે આ વખતે પણ ચોમાસું સમયસર અને સારું રહેવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસું વહેલું આવે તેવી શક્યતા છે, આવતા અઠવાડિયે આંદામાન સમુદ્રમાં ચોમાસું એટ્રી કરશે. ચોમાસું સામાન્ય રીતે 1 જૂનની આસપાસ કેરળમાં આવે છે. આ પછી તે સામાન્ય રીતે ઝડપથી ઉત્તર તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ આગળ ચાલી રહ્યું છે. IMD અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું 19 મેની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્રમાં પ્રવેશ કરશે. આ ઉપરાંત તે જ દિવસે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં પણ પ્રવેશ કરશે. સામાન્ય રીતે દર વર્ષે 22 મેના રોજ ચોમાસું આ ભાગમાં પહોંચે છે, પરંતુ આ વર્ષે તે તેના ત્રણ દિવસ પહેલા પ્રવેશ કરશે. ચોમાસું સામાન્ય રીતે કેરળમાં 1 જૂનની આસપાસ પહોંચે છે. આ પછી તે સામાન્ય રીતે ઝડપથી ઉત્તર તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે. હવામાન વિભાગને અપેક્ષા છે કે આ વર્ષે દેશમાં સામાન્ય કરતાં વધુ ચોમાસાનો વરસાદ થશે.
ભારતીય હવામાન વિભાગે, 15 એપ્રિલે તેની લાંબા ગાળાની આગાહીમાં જણાવ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં ચોમાસાનો વરસાદ ± 5% ની ભૂલના માર્જિન સાથે 106% રહેવાની ધારણા છે, જે “સામાન્યથી ઉપર” ગણવામાં આવે છે. ” આઈએમડી એ જણાવ્યું છે કે મેના છેલ્લા સપ્તાહ દરમિયાન અપડેટેડ આગાહી ફરી જારી કરવામાં આવશે, જેમાં ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારત, દક્ષિણ દ્વીપકલ્પ અને ઉત્તરપૂર્વ ભારતમાં ચોમાસાની સ્થિતિ અને આગાહી અંગેની માહિતી અપડેટ કરવામાં આવશે. તાજેતરની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે આગામી 5 દિવસ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ગાજવીજ, વીજળી અને તેજ પવન (40-60 કિમી પ્રતિ કલાક) સાથે છૂટાછવાયાથી હળવા અને મધ્યમ વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે 14 મેના રોજ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં આંધી-તોફાન થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન, 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે વીજળી અને જોરદાર પવન ફૂંકાઈ શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.