(જી.એન.એસ) તા. 14
નવી દિલ્હી,
દેશની સર્વોચ અદાલત સુપ્રિમ કોર્ટ એડીઆરની અરજી પર 17 મેના રોજ સુનાવણી કરશે. અરજીમાં ચૂંટણી પંચને લોકસભા ચૂંટણીના દરેક તબક્કા માટે મતદાનના 48 કલાકની અંદર તેની વેબસાઇટ પર વોટિંગ ડેટા અપલોડ કરવાનો નિર્દેશ આપવાની માગ કરવામાં આવી છે.
સર્વોચ્ચ અદાલતમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે જણાવ્યું હતું કે, શુક્રવારે 17 મેનાં રોજ લિસ્ટ કરવામાં આવશે. અદાલતે ચૂંટણી પંચને આદેશ આપતા કહ્યું કે, તમામ મતદાન કેન્દ્રો પર ફોર્મ 17-સી પાર્ટ-1ની સ્કેન કરવામાં આવેલી કોપી મતદાન પૂર્ણ થયાના 48 કલાકની અંદર વેબસાઈટ પર મૂકવામાં આવે. વકીલ પ્રશાંત ભૂષણ, એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) તરફથી હાજર થઈને, અરજીને તાત્કાલિક સૂચિબદ્ધ કરવાની માંગ કરી હતી.
ગયા અઠવાડિયે, એનજીઓ એ તેની 2019 પીઆઈએલમાં વચગાળાની અરજી દાખલ કરી હતી. તેણે મતદાન પછી તરત જ તમામ મતદાન મથકો પર “ફોર્મ 17 C ભાગ-1 (રેકોર્ડેડ વોટ) ની સ્કેન કરેલી સુવાચ્ય નકલો” અપલોડ કરવા માટે ચૂંટણી પંચને નિર્દેશ માંગ્યો હતો.
એનજીઓ એ કહ્યું કે ચૂંટણી પંચને 2024ની લોકસભા ચૂંટણીમાં દરેક તબક્કાના મતદાન પછી મતોની સંખ્યાનો સંપૂર્ણ ડેટા જાહેર કરવાનો નિર્દેશ આપવો જોઈએ. ચૂંટણીની અનિયમિતતાઓથી લોકતાંત્રિક પ્રક્રિયાને અસર ન થાય તે માટે અરજી દાખલ કરવામાં આવી છે. એડીઆર એ જણાવ્યું હતું કે ચૂંટણી પંચે પ્રથમ તબક્કાના મતદાનના 11 દિવસ પછી અને બીજા તબક્કાના મતદાનના 4 દિવસ પછી આંકડા જાહેર કર્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.