(જી.એન.એસ) તા. 14
વારાણસી,
મંગળવારે 14 મે 2024 ના રોજ હિંદુ પરંપરા મુજબ પુષ્ય નક્ષત્રનો શુભ દિવસ હતો. પુષ્ય એટલે જે પોષણ આપે છે, ઉર્જા અને શક્તિ આપે છે. શાસ્ત્રોમાં પુષ્ય નક્ષત્રને વધુ શુભ માનવામાં આવે છે. આ નક્ષત્રમાં કરવામાં આવતા તમામ કાર્યને સફળતા મળ છે. જ્યોતિષમાં તેને તમામ 27 નક્ષત્રોનો રાજા માનવામાં આવે છે અને આ જ કારણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી નોંધાવી હતી.
ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી ઉમેદવારી નોંધાવતા પૂર્વ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વહેલી સવારે ગંગાની પૂજા-આરતી કરી હતી ત્યારબાદ તેઓ ક્રુઝ દ્વારા નમો ઘાટ પંહોચ્યા. ગંગા પૂજન બાદ પી એમ મોદીએ કાલભૈરવ મંદિરમાં દર્શન કર્યા હતા સાથેજ સીએમ યોગી આદિત્યનાથ દ્વારા ફુલહાર પહેરાવીને તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મત વિસ્તાર વારાણસીથી નામાંકન ફોર્મ ભર્યું છે. વારાણસીમાં પીએમ મોદીના આગમનને લઈને ટ્રાફિક એડવાઈઝરી જારી કરવામાં આવી હતી. આ એડવાઈઝરી મુજબ સુરક્ષાને લઈને વારાણસીમાં કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ બંધ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે 11.40 થી બપોરે 12 વાગ્યાની વચ્ચે વારાણસીથી ઉમેદવારી પત્ર ભર્યું હતું.
પીએમ મોદીએ હિંદુ પરંપરામાં વધુ શુભ મનાતા પુષ્યનક્ષત્રમાં ઉમેદવારી નોંધાવી. દરમ્યાન પીએમ મોદીના નામાંકન ફોર્મ ભરતી વખતે પાર્ટીના 20 જેટલા દિગ્ગજ કેન્દ્રીય મંત્રીઓ સાથે 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ થયા હતા. જણાવી દઈએ પીએમ મોદીએ વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે.
વડાપ્રધાન મોદીએ નામાંકન ફોર્મ ભરતાં પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક ટ્વીટ કરીને વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે, કાશી સાથે મારો સંબંધ અભિન્ન છે, અપ્રતિમ છે અને અદ્ભુત છે. જેને હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. નામાંકન ફોર્મ ભરતા પહેલા પીએમ મોદીએ નમો ઘાટથી નાનો મિની રોડ શો કરતા કાશી કોતવાલ પંહોચ્યા હતા. ત્યારબાદ કાલ ભૈરવ મંદિરમાં દર્શન કરી મિની રોડ શો કરતા મંદાકિની ચાર રસ્તા, લહુરાબીર ચૌક, નદેસર ચોક થઇને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. કલેક્ટર ઓફિસમાં નામાંકન ફોર્મ ભર્યા બાદ રૂદ્રાક્ષ કન્વેશન સેન્ટરમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.