Home અન્ય રાજ્ય ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ સાંસદ નારણ કાછડિયાને લખ્યો પત્ર

ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ સાંસદ નારણ કાછડિયાને લખ્યો પત્ર

23
0

(જી.એન.એસ) તા. 12

અમરેલી,

લોકસભાની ચૂંટણી તો પૂર્ણ થઈ પણ ભાજપમાં આંતરિક વિવાદ હોય તેવો એક કિસ્સો સામે આવ્યો હતો, અમરેલીના સાંસદે અમરેલી બેઠકના ઉમેદવારને લઈ બે દિવસ પહેલા ભડાશ કાઢી હતી. ત્યારે હવે અમરેલી બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુરતરીયાનો લેટર સામે આવ્યો છે. જેમાં તેમણે નારણ કાછડિયા ને કેટલી વાર થેંક્યું કહ્યું તે યાદ કરાવ્યું છે. 

અમરેલી ભાજપમાં ટિકિટની ફાળવણી થઈ ત્યારથી જ વિવાદ સામે આવ્યો હતો. ત્યાર બાદ વિવાદ મારામારી સુધી પહોંચ્યો હતો. ત્યાર બાદ જાહેરમાં સાંસદ નારણ કાછડિયાએ ઉમેદવારની પસંદગીને લઈ નિવેદનને લઈ રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે અમરેલી બેઠકના ભાજપના ઉમેદવારનો પત્ર સામે આવ્યો છે. જેમઆ તેમણે સાંસદ નારણ કાછડિયાને કેટલી વાર થેંક્યું કહ્યું તે યાદ કરાવ્યું છે.

આ સાથે તેમણે કહ્યું કે, ઉમેદવાર નક્કી કરવાનું કામ વડાપ્રધાન મોદી, અમિત શાહ અને જેપી નડા અને પાર્લમેન્ટરી બોર્ડનું છે. તમે તેનું અપમાન કરી રહ્યા છો. તમે સારી રીતે જાણો છો કે તમારી ટિકિટ કેમ કાપવામાં આવી. તમે એ સત્ય હકીકત લોકો સુધી પહોંચડો. અને  ભરત સુતરીયાએ નારણ કાછડિયાને આખરી વાર થેંક્યું કહ્યું.

અમરેલી લોકસભા બેઠક પર સતત ત્રણ ટર્મથી સાંસદ રહેલા નારણ કાછડિયાએ બે દિવસ પહેલા ભાજપના ઉમેદવારને લઈ પ્રહારો કર્યા હતા. તેમાં કહ્યું હતું કે,  પાર્ટીએ જે સિલેકશન કર્યું છે તે અમરેલીની 23 લાખની વસતી અને સાડા સત્તર લાખ મતદારોનો દ્રોહ કર્યો છે. કહ્યું જે થેંક્યુ ન બોલી શકે એવી વ્યક્તિને પાર્ટીએ ટિકિટ આપી.   

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપીઓકેમાં પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન, ઝંડા સાથે લોકો કરી રહ્યા છે વિરોધ
Next articleટીવી એક્ટર અમર ઉપાધ્યાય દ્વારા એક ઇન્વેસ્ટમેન્ટ ફર્મ વિરુદ્ધ 1.25 કરોડ રૂપિયાની છેતરપિંડી પોલીસ ફરિયાદ