Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ચૂંટણી અધિકારીઓ દ્વારા વિપક્ષી નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે: કોંગ્રેસ

ચૂંટણી અધિકારીઓ દ્વારા વિપક્ષી નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે: કોંગ્રેસ

39
0

બિહારના સમસ્તીપુરામાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના હેલિકોપ્ટરની તલાશી લેવામાં આવી

(જી.એન.એસ) તા. 12

નવી દિલ્હી/પટણા,

કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ચૂંટણી અધિકારીઓ દ્વારા વિપક્ષી નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને દાવો કર્યો કે બિહારના સમસ્તીપુરામાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના હેલિકોપ્ટરની તલાશી લેવામાં આવી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના નેતાઓને ‘મુક્તપણે’ ફરવાની છૂટ આપવામાં આવી રહી છે.

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે બિહારના સમસ્તીપુર અને મુઝફ્ફરપુરમાં ચૂંટણી રેલી સંબોધિત કરી હતી. કોંગ્રેસ નેતા રાજેશ રાઠોડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વીડિયો પોસ્ટ કરતા દાવો કર્યો કે, ‘કેરળમાં પણ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તલાશી લેવામાં આવી હતી અને હવે બિહારના સમસ્તીપુરમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હેલિકોપ્ટરની તલાશી લેવામાં આવી છે.

કોંગ્રેસ પાર્ટીના બિહાર વિસ્તારના મુખ્ય પ્રમુખ પ્રવક્તા રાઠોડે જણાવ્યું કે, બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ પોતે સમસ્તીપુરામાં ખડગેના હેલિકોપ્ટરની તલાશી કરી હતી. વીડિયોમાં પોલીસકર્મીઓ અને અધિકારીઓ હેલિકોપ્ટરની આસપાસ જોવા મળે છે. રાઠોડે પોતાના વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરવી જોઇએ કે શું કોંગ્રેસના નેતાઓના હેલિકોપ્ટરનું આ પ્રકારનું ચેકિંગ નિયમિત રીતે લેવામાં આવે છે અને જો તે નિયમિત છે તો એનડીએ ના ટોચના નેતાઓની પણ આવી જ રીતે તપાસ શા માટે કરવામાં નથી આવતી.

કોંગ્રેસ નેતા એ વધુમાં કહ્યું હતું કે, ‘ચૂંટણી પંચે આવી તમામ માહિતી દરેક લોકો જોઇ શકે તે પ્રમાણે કરવી જોઇએ, નહીં તો એવું માનવામાં આવશે કે ચૂંટણી પંચ માત્ર વિપક્ષી નેતાઓને નિશાન બનાવી રહ્યું છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ચૂંટણી પંચે તમામ વીડિયો બહાર લાવવા જોઈએ જે નેતાઓની તપાસ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હીની 2 મોટી હોસ્પિટલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઈમેલ
Next article28 વર્ષીય યુવાને ઓનલાઇન ગેમના રવાડે ચડીને રૂપિયા હારી જતા આપઘાત કર્યો