Home મધ્ય ગુજરાત અમદાવાદ આંગડિયા પેઢીમાં પાડેલા દરોડામાં ચોકાવનારી વિગતો સામે આવતા ઇન્કમટેક્ષ અને ઈડી પણ તપાસમાં...

આંગડિયા પેઢીમાં પાડેલા દરોડામાં ચોકાવનારી વિગતો સામે આવતા ઇન્કમટેક્ષ અને ઈડી પણ તપાસમાં જોડાઈ

35
0

(જી.એન.એસ) તા. 11

અમદાવાદ,

છેલ્લા કેટલાક દિવસોથી સીઆઇડી ક્રાઈમ દ્વારા રાજ્યભરમા 12 આંગડિયા પેઢીમાં પાડેલા દરોડા અને તપાસ દરમિયાન અમુક ચોકાવનારી વિગતો સામે આવી છે. ગુજરાતના વિવિધ શહેરોની 12 આંગડિયા પેઢી પૈકી કેટલીક પેઢીના આંતરરાષ્ટ્રીય વ્યવહારો સામે આવ્યા હતા જેમકે દુબઈ સાથેના કરોડો રૂપિયાના આંગડિયાના વ્યવહારો તપાસ દરમિયાન મળી આવ્યા છે. સીઆઇડી ક્રાઈમ ની ટીમ દ્વારા કરાયેલ દરોડાની કાર્યવાહીમાં હવે ઇન્કમટેક્ષ અને ઈડી પણ તપાસમાં જોડાઈ છે. સીઆઇડી  ક્રાઈમે હાથ ધરેલ તપાસમાં આંગડિયા પેઢીમાંથી 18 કરોડથી વધુની રોકડ પણ મળી આવી અને સાથે એક કિલો સોનુ પણ મળી આવ્યું છે. 75 લાખનુ વિદેશી ચલણ પણ સીઆઇડી ક્રાઈમ ની ટીમ ને તપાસ સમયે હાથ લાગ્યું છે. આંગડિયા પેઢી દ્વારા રોજબરોજ રૂપિયાની હેરફેર માટે ઉપયોગમાં લેવામાં આવતા 66 મોબાઈલ ફોન મળી આવ્યા છે તે પણ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યાં છે અને પોલીસ સાથેના વિભાગો દ્વારા આ વિદેશી ચલણ અને અન્ય બેહીસબી રકમ માંતે ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયૌન ઉત્પીડનના કેસમાં ભાજપ નેતા જી. દેવરાજે ગૌડાને કર્ણાટક પોલીસે કસ્ટડીમાં લીધા
Next articleસુરતમાં  ઈ-બાઈકના શોરૂમમાં વિકરાળ આગ લાગવાનો બનાવ