(જી.એન.એસ) તા. 11
શ્યોપુર,
મધ્યપ્રદેશ ના શ્યોપુર જિલ્લામાંથી એક ખુબજ આઘાતજનક અને હ્ર્દયદ્રાવક ઘટના સામે આવી હતી જેમાં એક પુત્રએ પોતાની વિધવા માતાની હત્યા કરી મૃતદેહને દિવાલમાં દાટી દીધો હતો, બાદમાં પોતાનો ગુનો છુપાવવા માટે પોતે જ પોલીસ સ્ટેશન જઈ માતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસને પુત્ર પર શંકા જતા તેની આકરી પૂછપરછ કરવામાં આવી તો પુત્રએ ગુનો કબૂલી લીધો હતો.
આ ઘટના બાબતે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના એક યુવકે 6 મેના રોજ તેની માતાના ગુમ થવાની ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે તપાસ કરી ફરિયાદીના પુત્રની પૂછપરછ કરતાં મામલો બહાર આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે રાત્રે આરોપી દીપકની શંકાના આધારે પૂછપરછ કરવામાં આવી હતી. શરૂઆતમાં તે પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો પરંતુ કડક પૂછપરછ બાદ તેણે તેની માતાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
પુત્ર દ્વારા મિલકતના લોભમાં તેની માતાની હત્યા કરી અને પછી લાશને દિવાલમાં દાટી દીધી હતી. પુત્રએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલીસ મૃતદેહને રિકવર કરવાનો પ્રયાસ કરી રહી છે.
માતા એ અનાથાશ્રમમાંથી લાવેળા બાળકને પુત્ર તરીકે ઉછેર્યો, તે જ વ્યક્તિએ તેની હત્યા કરી. આ ચોંકાવનારી હત્યાની ઘટના શિયોપુર શહેરના રેલવે કોલોની વિસ્તારમાં બની હતી. આ કેસમાં વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ એ છે કે પુત્રએ મિલકતના લોભમાં માતાની હત્યા કરી હતી. મહિલા એ બાળકને અન્યથાશ્રમમાંથી દતક લીધો હતો કે તે ટેના પુત્ર તરીકે તેના વૃદ્ધાવસ્થાનો સહારો બનશે પણ .. લાલચમાં આવીને યુવકે માતાની હત્યા કરી નાખી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.