Home દુનિયા - WORLD દક્ષિણ બ્રાઝિલમાં ભારે વરસાદને કારણે 107 લોકોના મોત અને 136 લોકો પણ...

દક્ષિણ બ્રાઝિલમાં ભારે વરસાદને કારણે 107 લોકોના મોત અને 136 લોકો પણ ગુમ

38
0

(જી.એન.એસ) તા. 10

રિયો ગ્રાંડે,

દક્ષિણ બ્રાઝિલમાં ભારે વરસાદ બાદ પુરના કારણે 107 લોકોના મોત થયા છે અને 136 લોકો હજુ પણ ગુમ છે. જ્યારે 1 લાખ 64 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિત અનુસાર, બ્રાઝિલના દક્ષિણી રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં ત્રાટકેલા તોફાને ભારે તબાહી મચાવી છે. હેલિકોપ્ટરની મદદથી લોકોને બચાવવામાં આવી રહ્યા છે. એક મીડિયા અહેવાલ મુજબ આગામી દિવસોમાં વધુ વરસાદની સંભાવના છે. એવી આશંકા છે કે પોર્ટો એલેગ્રે અને તેની આસપાસના શહેરો વધુ પાણીથી છલકાઈ જશે. અહીંના રસ્તાઓ પહેલેથી જ પાણીમાં ડૂબી ગયા છે.

આ દરમિયાન પૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પૂરના કારણે બ્રાઝિલનો એક ઘોડો ઘરની છત પર ફસાઈ ગયો હતો. ઘોડો કેનોઆસ શહેરમાં એક પાતળા છત પર સંતુલિત ઊભો હતો. કેનોઆસ શહેરનો મોટા ભાગનો વિસ્તાર પૂરના પાણીથી ભરાઈ ગયો છે અને બાકીના શહેરથી સંપૂર્ણપણે કપાઈ ગયો છે. અન્યત્ર પણ પૂરના કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પુલોનો નાશ થયો છે. અનેક સુપરમાર્કેટમાંથી લૂંટના અહેવાલો પણ આવ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનીટ પરીક્ષા કૌભાંડ: ગોધરાની સ્કૂલના શિક્ષક ની રોકડા સાથે પોલીસ કરી ધરપકડ
Next articleછત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં બે મહિલાઓ સહિત છ નક્સલવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું