Home મનોરંજન - Entertainment બિગ બોસ 16 ફેમ અબ્દુ રોજિક 7 જુલાઈના દિવસે કરશે લગ્ન

બિગ બોસ 16 ફેમ અબ્દુ રોજિક 7 જુલાઈના દિવસે કરશે લગ્ન

74
0

(જી.એન.એસ) તા. 10

સોશિયલ મીડિયા સેન્સેશન અને રિયાલિટી શો બિગ બોસ 16 ફેમ અબ્દુ રોજિક ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. આ જાહેરાત તેને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને તેના ચાહકોને જણાવ્યું કે તેણે તેની ફ્યુચર વાઈફ માટે એક વીંટી પણ ખરીદી હોવાનું જણાવ્યું છે. ત્યારે  આ વીડિયો સામે આવતા ફેન્સ સવાલ કરી રહ્યા છે કે શું ખરેખર તે લગ્ન કરવા જઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ તેને શુભકામનાઓ અને અભિનંદન પાઠવી રહ્યા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અબ્દુ રોજિકની ભાવિ પત્ની શારજાહની છે. અબ્દુ રોજિક 19 વર્ષની અમીરાતી યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરી અને લખ્યું, ‘મેં મારા જીવનમાં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આટલો ભાગ્યશાળી હોઈશ કે મને એવો પ્રેમ મળશે જે મારું સન્માન કરે અને હંમેશા મને સપોર્ટ કરશે. 7મી જુલાઈ મારા માટે ખૂબ જ ખાસ છે!! હું તમને શબ્દોમાં કહી શકતો નથી કે હું કેટલી ખુશ છું . ત્યારે અબ્દુ 7 જુલાઈના દિવસે લગ્ન કરવાનો છે તે જાહેર કર્યું છે.

અબ્દુ રોઝિક 7 જુલાઈ 2024 ના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. સિંગરે પોતે પોતાના સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આ જાણકારી આપી છે. છોટા ભાઈજાન તરીકે જાણીતા અબ્દુ રોજિકના લગ્નનો આ વીડિયો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. હવે તે દરમિયાન, વિશ્વના સૌથી યુવા ગાયક અબ્દુ રોજિકની ભાવિ કન્યા કોણ છે? આ બાબતને લઈને ચાહકોમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસેનેગલની રાજધાનીમાં એરપોર્ટ પર બોઈંગ 737 ક્રેશ, 10 લોકો ઘાયલ
Next article1 જૂન સુધી વચગાળાના જામીન દરમિયાન અરવિંદ કેજરીવાલ સીએમ ઓફિસ કે દિલ્હી સચિવાલય નહીં જઈ શકે