72 વર્ષના વૃદ્ધનું શર્મનાક કૃત્ય
(જી.એન.એસ) તા. 5
થાણે,
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક અતિ શર્મનાક ઘટના બની હતી જેમાં, 72 વર્ષના વૃદ્ધ વ્યક્તિએ કલ્યાણ વિસ્તારમાં આવેલી પોતાની બેકરીમાં એક નવ વર્ષની બાળકી પર કથિત રીતે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાબતે કલ્યાણના મહાત્મા ફૂલે ચોક પોલીસ સ્ટેશનના અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે આરોપીએ છોકરીને ચોકલેટની લાલચ આપી અને તેને દુકાનની અંદર લઈ ગયો જ્યાં તેણે તેના પર કથિત રીતે દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં આરોપીએ માસૂમ બાળકીને ધમકી પણ આપી હતી કે જો તે તેના માતા-પિતાને આ વિશે કહેશે તો તે મારી નાખશે.
નવ વર્ષને માસૂમ બાળકીએ બાદમાં આ ઘટના વિષે તેના માતા-પિતાને જાણ કરી, જેના પગલે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, અધિકારીએ જણાવ્યું. પોલીસે 1 મેના રોજ આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો હતો અને શનિવારે તેની ધરપકડ પણ કરી લીધી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.