(જી.એન.એસ) તા. 4
વાંસદા,
લોકસભાની ચૂંટણીના મતદાનને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે જંગી જાહેરસભા ને વાંસદમાં સંબોધન કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ એંડ ઇન્ડી ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા, કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસ પાર્ટીને આદિવાસીવિરોધી પાર્ટી ગણાવી હતી.
વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી એ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ આદિવાસીને ક્યારેય રાષ્ટ્રપતિ બનાવ્યા નથી, જ્યારે પ્રધાનમંત્રી મોદીએ આદિવાસી દીકરી દ્રોપદી મૂર્મુને રાષ્ટ્રપતિ બનાવ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે, આપ અને કોંગ્રેસ નકસલવાદ પેદા કરવા માંગે છે. આપણે કોંગ્રેસનો આ ઈરાદો પૂર્ણ કરવા દેવાનો નથી. વધુમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ કોરોનાની રસી મામલે પ્રહાર કરતા કહ્યું કે,કોરોનાની રસી આપી પ્રધાનમંત્રી મોદીએ લોકોના જીવ બચાવ્યા છે, ત્યારે રાહુલબાબા કોરોનાની રસી લેવાની ના પાડતા હતા. અને એ ભાઈ-બહેન રાતના અંધારામાં જઈને રસી મુકાવી આવ્યા છે.
અમિત શાહે વધુમાં લોકોને જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા અનામત, બંધારણ, તૃષ્ટિકરણ સહિતની બાબતો પર થઈ રહેલા આક્ષેપો અંગે અમિત શાહે જવાબ આપીને કોંગ્રેસને જુઠ્ઠાણાનુ કારખાનુ કહ્યુ હતુ. જ્યારે દેશને સુરક્ષિત રાખવા અને દલિત તેમજ આદિવાસી સમાજના કલ્યાણ માટે વડાપ્રધાનપદનો શ્રેષ્ઠ વિકલ્પ નરેન્દ્ર મોદી હોવાનુ જણાવ્યુ હતુ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.